WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 989 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 10,521 સેમ્પલમાંથી 989 કોરોના પોઝિટીવ અને 9,532 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 50,504 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 12 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 447 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 9,413 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 8,484 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 571 ઓક્સિજન પર અને 358 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 929 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 120 સરકારી હોસ્પિટલ ખાતેથી, 129 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 505 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 754 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 29,663 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 9,887 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 9,887 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.