• શહેરી વિસ્તાર – નવાપુરા, છાણી, સુભાનપુરા, સમફાર્મા રોડ, સમા, કારેલીબાગ, જેતપુર, અટલાદરા, ગોરવા, નિઝામપુરા, અક્ષરચોક, વાસણા – ભાયલી રોડ, ઓ.પી. રોડ, કિશનવાડી, પાણીગેટ, આજવા રોડ, રાવપુરા, શિયાબાગર, રાજમહલ રોડ, આર.વી. દેસાઇ રોડ, પ્રતાપનગર, વાડી, યમુનામીલ, દંતેશ્વર, તરસાલી, વડસર, માણેજા, મકરપુરા, માંજલપુર, નાગરવાડા, હરણી
  • ગ્રામ્ય – ડભોઇ, સાવલી, પાદરા, કરજણ, તલસટ, સોખડા, અંકોડિયા, ભાયલી, બીલ, બાજવા, ખાનપુર, સમીયાલા, જરોદ, ઉંડેરા, પોર, વેમાલી, કરોડિયા, વાઘોડિયા, રવાલ, ઇંટોલા, અનગઢ, સાંઘી, સીમાલી, સાંઢાસાલ, દશરથ, ચાણોદ, માસર, પીંડપા, સમલાયા, ગરાડીયા, રણોલી, દામાપુરા, મિયાંગામ, ફરતીકુઇ, મઢેલી,

WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 837 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 9,847 સેમ્પલમાંથી 837કોરોના પોઝિટીવ અને 9,010 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 43,211 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 09 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 367 પહોંચ્યો છે.

સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 7,628 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 6,765 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 525 ઓક્સિજન પર અને 338 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 863 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.

છેલ્લાં 24 કલાકમાં 89 સરકારી હોસ્પિટલ ખાતેથી, 81 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 326 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 496 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 35,216 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 35,216 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 35,216 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud