• શહેરી વિસ્તાર – પાણીગેટ, માંડવી, કિશનવાડી, સવાદ, સુદામાપુરી, વારસીયા, નવાપુરા, નવાયાર્ડ, નવી ધરતી, સમા, ચાણક્ય, પુરી, સિયાબાગ, એકતાનગર, ગાજરાવાડી, કપુરાઇ, માંજલપુર, યમુનામીલ, વાઘોડિયા રોડ, માણેજા, દંતેશ્વર, વડસર, મકરપુરા, અકોટા, અટલાદરા, ગોરવા, ગોકુલનગર, સુભાનપુરા, દિવાળીપુરા
  • ગ્રામ્ય –  શિનોર, મંજુસર, વરણામા, પોર, ઇંટોલા, લીમડી, પાદરા અર્બન, વડુ, વેમાલી

WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 472 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 6,313 સેમ્પલમાંથી 472 કોરોના પોઝિટીવ અને 5,841 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 34,918 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 03 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 286 પહોંચ્યો છે.

સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 5,096 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 4,614 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 297 ઓક્સિજન પર અને 185 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 331 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.

છેલ્લાં 24 કલાકમાં 01 સરકારી હોસ્પિટલ ખાતેથી, 24 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 282 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 307 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 30,536 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 8,487 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 8,487વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud