• શહેરી વિસ્તાર – પાણીગેટ, આજવા રોડ, એકતાનગર, કિશનવાડી, વારસીયા, હરણી, સમા, તરસાલી, અટલાદરા, ફતેપુરા, સુભાનપુરા, માંજલપુર, ફતેગંજ, વડસર, માણેજા, ગોત્રી, નાગરવાડા, ગોરવા, વાધોડિયા, ગોકુલનગર, શિયાબાગ, મકરપુરા, હરણીરોડ
  • ગ્રામ્ય – પાદરા, ડભોઇ, કરજણ, સાવલી, ચાણસદ, થુવાવી, ચાણોદ, શિનોર, ઘાયજ, કણજટ, સોખડા, કુકડ, વાઘોડિયા, પીંડષા, સેવાસી, ભિલાપુર, કરખડી, થાવરા, ડબકા,

WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 781પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 9,056 સેમ્પલમાંથી 781 કોરોના પોઝિટીવ અને 8,275 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 42,374 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 08 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 358 પહોંચ્યો છે.

સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 7,296 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 6,456 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 511 ઓક્સિજન પર અને 329 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 840 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.

છેલ્લાં 24 કલાકમાં 73 સરકારી હોસ્પિટલ ખાતેથી, 71 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 294 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 438 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 34,720 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 10,309 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 10,309 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud