• પાલિકામાંથી વિપક્ષ કાઢવા આપવા માટે ભાજપની દરખાસ્ત
  • હાલની સંખ્યાના અનુપાતમાં ઓછામાં ઓછી આઠ બેઠક હોય તે પક્ષ અને વિપક્ષ તરીકે માન્યતા અપાશે – ભાજપની દરખાસ્ત
  • કાયદામાં 10% ની જોગવાઈ નથી ત્યારે વિપક્ષ નેતાનો હોદ્દો ચાલુ રાખવો જોઈએ – દરખાસ્ત મામલે કોંગ્રેસની પ્રતિક્રીયા

WatchGujarat. પાલિકામાં 76 બેઠકમાંથી કોંગ્રેસને માત્ર સાત બેઠક મળી છે ત્યારે વિપક્ષ તરીકે કોંગ્રેસને કોઇ પણ જાતની સુવિધા ન મળે તે માટેનો તખ્તો શાસક પાંખે ગોઠવ્યો છે અને તેની દરખાસ્ત અને બજેટ સત્રમાં જ બહુમતીના જોરે મંજૂર કરવાનું પણ આયોજન કર્યુ છે.

ભાજપની દરખાસ્તમાં જણાવાયું હતું કે સેકન્ડ લાર્જેસ્ટ પક્ષ કે જેના વિજેતા ઉમેદવારોની સંખ્યા કુલ બેઠકોની સંખ્યા ના 10 ટકાથી વધુ અને હાલની સંખ્યાના અનુપાતમાં ઓછામાં ઓછી આઠ બેઠક હોય તે પક્ષ અને વિપક્ષ તરીકે માન્યતા અપાશે અને તે પક્ષના નેતાને વિપક્ષના નેતા તરીકે ઘણી સુવિધા સવલતો અપાશેે. કોંગ્રેસ પાસે હાલમાં સાત બેઠકો છે અને ભૂતકાળમાં પણ આવી સાત બેઠક હતી ત્યારે પણ વિરોધ પક્ષના નેતા નો દરજ્જો અપાયો હતો.

દરખાસ્ત મામલે પણ કોંગ્રેસે જણાવ્યું હતું કે બીપીએમસી એકટમાં આવી કોઈ જોગવાઈ નથી અને પાલિકા નું અસ્તિત્વ આવ્યું છે ત્યારથી વિરોધ પક્ષના નેતાનો હોદ્દો ફાળવાયો છે અને ભાજપને માત્ર 2 બેઠક હતી ત્યારે પણ વિપક્ષના નેતા નો હોદ્દો કોંગ્રેસના શાસન કર્તાઓએ ભાજપ ને આપેલો છે. તેથી આ પ્રણાલીને ભંગ કરી કાયદામાં 10% ની જોગવાઈ નથી ત્યારે વિપક્ષ નેતાનો હોદ્દો ચાલુ રાખવો જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજ્યભરમાં પાલિકાથી પંચાયતની ચુંટણી યોજાઇ હતી. જેમાં રાજ્યમાં શાશક પક્ષ ભારતી જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જ્યારે કેટલીક જગ્યાએતો કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલી શકી નથી. હવે વડોદરાના શાશકો દ્વારા પાલિકાને વિપક્ષ મુક્ત બનાવવા માટેનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. જો પાલિકામાં વિરોધપક્ષ જ નહિ હોય તો કેવી રીતે આગામી સમયમાં લોકોના પ્રશ્નોનું સમાધાન લાવવામાં આવે છે, તે જોવું રહ્યું. જો કે, ઘણીખરી પાલિકા અને પંચાયતોમાં કોંગ્રોસના સુપડા સાફ થતા હવે વિરોધ પક્ષ તમામ જગ્યાઓ અગાઉની સરખામણીમાં વધુ નબળું પડે તેવી સ્થિતી સર્જાઇ છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud