• ફોન પર ફસાવી દેવાની ધમકી મળથી ત્રસ્ત આધેડ સફાઇ કર્મીએ જીવનનું અંતિમ પગલું ભર્યું
  • મકાનનો દરવાજો બંધ જોવા મળતા આધેડના પત્ની બીજા દરવાજેથી પ્રવેશ કર્યો
  • બાથરૂમમાં લોહીથી લથબથ હાલતમાં આધેડનો જોતા તેમની પત્નીએ બુમરાણ મચાવી
  • પોલીસે દેહ નજીકથી મળી આવેલી સ્યુસાઇડ નોટ વધુ તપાસાર્થે મોકલી આપી

WatchGujarat. બાપોદ વિસ્તારમાં આવેલી સાંઈનાથપાર્ક સોસાયટીમાં રહેતા પાલિકાના સફાઈ કર્મચારીએ મકાનમાં બ્લેડ વડે ગળું ચીરીને આપઘાત કર્યો હતો. લોહીથી લથપથ હાલતમાં પડેલા સફાઈ કર્મચારીની નજીક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. બીજી તરફ છેલ્લા એક સપ્તાહથી તેઓને રાજ્યના ગૃહમંત્રીની દીકરીની ઓળખાણ આપી યુવતી દ્વારા મોબાઈલ ફોન પર ધમકી અપાતી હોવાના પરિવારજનોએ આક્ષેપ કરતાં બાપોદ પોલીસે મોબાઈલ ફોન કબ્જે લઈ તપાસ હાથ ધરી છે.

આજવા રોડ સાંઈનાથપાર્ક સોસાયટીમાં 50 વર્ષના શાંતિલાલ મગનભાઈ સોલંકી રહેતા હતા. તેઓ વોર્ડ નંબર 1 માં કાયમી સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. પરિવારમાં પત્ની અને 2 દીકરીઓ છે. દીકરીઓના લગ્ન થઈ જવાથી તેઓ સાસરીમાં રહે છે.

શનિવારે બપોરે પત્ની જશીબેન ઘરકામ કરવા માટે ગયાં હતાં તે સમયે શાંતિલાલ ઘરે એકલા હતા. સાંજે પત્ની જશીબેન પરત ઘરે આવ્યાં હતાં. તેઓએ મકાનનો દરવાજો ખોલતાં તે અંદરથી બંધ જણાયો હતો. તેઓએ ચોથા મકાનના ધાબા પર જઈ ત્યાંથી નીચે ઊતરી પોતાના મકાનના પાછળના દરવાજાથી ઘરમાં ગયાં હતાં. જ્યાં લોહીથી લથપથ હાલતમાં શાંતિલાલભાઈને જોઈ બુમરાણ મચાવી હતી. જેને પગલે પરિવારજનો અને પાડોશીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. શાંતિલાલભાઈએ બ્લેડથી પોતાનું ગળું ચીરી આપઘાત કર્યો હોવાનું સપાટી પર આવ્યું હતું. પોલીસને મૃતદેહ નજીકથી લોહીથી લથપથ સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં ટેલિફોન કંપનીના નામનો ઉલ્લેખ કરાયો છે. પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે શાંતિલાલના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

સાઇડ નોટ માં ખાનગી મોબાઈલ ફોન કંપની અને ઈન્ટરનેટનો ઉલ્લેખ કરાયો – બાપોદ પોલીસ મથકના પીઆઇ વી.પી. ચૌહાણ

બાપોદ પોલીસ મથકના પીઆઇ વી.પી. ચૌહાણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેમની પાસેથી સ્યૂસાઇડ નોટ મળી છે, જેમાં ખાનગી મોબાઈલ ફોન કંપની અને ઈન્ટરનેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમના ફોનને કબ્જે લઈ કોલ ડિટેઇલ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

તમે મારી છેડતી કરી છે તેમ કહી ખોટા કેસમાં ફસાઈ દેવાની ધમકી આપવામાં આવતી – મૃતકના ભાઈ દિનેશભાઇ

છેલ્લા એક સપ્તાહથી ભાઈ શાંતિલાલના મોબાઈલ ફોન પર રાજ્યના ગૃહમંત્રીની પુત્રીની ઓળખ આપી યુવતી દ્વારા તમે મારી છેડતી કરી છે તેમ કહી ખોટા કેસમાં ફસાઈ દેવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપવામાં આવતી હતી. તદુપરાંત તેમને વીડિયો કોલમાં પણ એક યુવતી અને અન્ય શખ્સો દ્વારા ધમકાવવામાં આવતા હતા. પૈસાની પણ માગ કરવામાં આવતી હતી. જેનાથી ત્રાસી જઇ શાંતિલાલે આ પગલું ભર્યું છે. – મૃતકના ભાઈ દિનેશભાઇ

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud