અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ કિશોરીનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત
રેતી ભરેલા ડમ્પરે સાયકલને ટક્કર મારી અકસ્માત સર્જ્યો, ચાલક ફરાર
WatchGujarat. કારેલીબાગના વુડા સર્કલ પાસે શુક્રવારે બપોરે ગમ્ખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં નવી સાયકલ લઇને આધાર કાર્ડ કઢાવવા માટે જતી યુવતીને ડમ્પરે કચડી કાઢી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ કિશોરીનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.
શહેરના નવા યાર્ડ વિસ્તારમાં કિશોરી ધર્મિષ્ઠા પરમાર તેના માતા-પિતા સાથે રહેતી હતી. ધર્મિષ્ઠા શુક્રવારે આધાર કાર્ડ કઢાવવા માટે પોતાના ઘરેથી નવી સાયકલ લઇને જઇ રહી હતી. દરમિયાન વુડા સર્કલ પાસે રેતી ભરેલા ડમ્પરનો સાયકલ સાથે અકસ્માત સર્જાયો હતો. અને નવી સાયકલ લઇને જઇ રહેલી કિશોરી કચડાઇ ગઇ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી કિશોરીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.
ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા એકઠા થયા હતા. આમ, નવી સાયકલ પર આધાર કાર્ડ કઢાવવા જઇ રહેલી કિશોરીના જીવનનો આખરી દિવસ સાબિત થયો હતો.
ઘટનાની જાણ કરાતા કારેલીબાગ પોલીસનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. અકસ્માત સર્જીને રેતી ભરેલો ડમ્પર ચાલક ફરાર થયો હતો. એલ એન્ટ ટી સર્કલ આસપાસ અગાઉ અનેક વખત અકસ્માતની ધટના સામે આવી છે. વધુ એક વખત અકસ્માત બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ડમ્પરો બેફાર રીતે દોડી રહ્યા છે. ડમ્પરોને કારણે અનેક વખત અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. વધુ એક વખત કિશોરી જોડે જીવલેણ અકસ્માત થયા લોકોમાં રોષ વ્યાપ્યો છે. અને બેફામ ચાલતા ડમ્પરો પર લગામ લગાડવાની માંગ ઉઠી રહી છે.