તાજેરતમાંજ કેમેરા સામે મીડિયા કર્મીને ઠોકાવી દેવાની ધમકી આપવાના મામલે મધુ શ્રીવાસ્વત વિવાદમાં સપડાયા હતા.
મીડિયા કર્મીને ધમકી આપવા મામલે વડોદરા સહીત રાજ્યના અનેક શહેરોમાં કલેકટરને આવેદન પત્ર આપી કાર્યવાહી કરવા માગ કરવામાં આવી હતી.
ભાજપના ધારાસભ્ય સામે કાર્યવાહી કરવા શહેર પોલીસ કમિશ્નરને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ
WatchGujarat. સામાન્ય વ્યક્તિ અને એક રાજકારણીના જીવનમાં ઘણો મોટો અંતર હોય છે. સામાન્ય વ્યક્તિ ક્યારે પણ કશુ કરે તેની નોંધ ખુબ જવલ્લે લેવાતી હોય છે. પરંતુ કોઇ રાજકારણી જ્યારે જાહેર જીવનમાં આવી રસ્તા પર લોકોની વચ્ચે ઉભા રહીં ગીત ગાઇ લે તે નોંધપાત્ર બાબત બની જાય છે. ભાજપના વિવાદીત અને દબંગ છબી ધરાવતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્વતના વિવાદોનો અંત આવતો નથી. તાજેતરમાં જ તેમણે મીડિયા કર્મીને કેમેરા સામે બે માણસોને કહીં ઠોકાવી દેવાની ધમકી આપી હતી. જે મામલે ભારે વિવાદ સર્જાયો હતો. તેવામાં વિવાદીત ધારાસભ્ય એક લગ્નપ્રસંગમાં હાજરી આપતા સમયે જાહેરમાં લોકોની વચ્ચે ગીત ગાતા જોવા મળ્યાં હતા.
વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ છેલ્લા 25 વર્ષથી ધારાસભ્ય છે. મધુ શ્રીવાસ્તવ દબંગ છબી ધરાવતા વ્યક્તિની સાથે હવે વિવાદીત વ્યક્તિ પણ બની ચુક્યા છે. પરંતુ તેમના શોખની વાત કરવામાં આવે તો તેઓ ગીત ગાવાના શોખીન હોય તેવું આ વાઇરલ વીડિયો પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે. મધુ શ્રીવાસ્તવ ગત રોજ છોટાઉદેપુર તાલુકાના નસવાડા ખાતે એક લગ્નમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મિત્રની પુત્રીના લગ્ન સમયે સંગીતના તાલે ગીત ગાવવાનુ શરૂ કર્યું હતુ. જાહેર રસ્તા પર ધારાસભ્યને ગીત ગાતા જોઇ લોકો ચોંકી ઉઠ્યા હતા.
https://youtu.be/p2BbVjAyYP4
મધુ શ્રીવાસ્તાવને નજીકથી ઓળખનાર વ્યક્તિઓએ તેમને અનેક વખત આ રીતે મંદિરમાં ભજન અને ગીત ગાતા સાંભળ્યા અને જોયા હશે, પરંતુ આ રીતે જાહેરમાં લગ્ન પ્રસંગ સમયે મધુ શ્રીવાસ્તવને ગીત ગાતા ખુબ ઓછા લોકોએ જોયા હશે, ત્યારે ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવએ નસવાડી ખાતે લગ્ન પ્રસંગમાં બેન્ડ બાજાની ધુન સાથે જાતે માઈક હાથમાં લઈ ‘એક પ્યાર કા નગમાં હૈ, મોજો કી રવાની હૈ, જીદંગી ઓર કુછ ભી નહી તેરી મેરી કહાની હૈ’ ગીત ગાયું હતું અને હાજર જાનૈયાઓ માં આકર્ષણ બન્યા હતા.
ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં મીડિયા કર્મીને ધમકી આપવાના મામલે વિવાદમાં સપડાયેલામધુ શ્રીવાસ્તવ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં લોકોએ સક્ષમ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. પરંતુ હજી સુધી યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી. ત્યારે ઘટનાને સમય વિતી ગયા બાદ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો એક વાઇરલ વિડીયો સામે આવ્યો છે. જેમાં તેઓ બેંડ બાજાની ધુને ગીત ગાતા નજરે પડ્યા હતા. જેને લઇને તેમની અંદર એક રાજકારણીની સાથે કલાકાર અને ગાયક પણ છુપાયેલો હોવાનું જોવા મળી રહ્યું છે.