• પોલીસ કર્મીઓના બોગસ એકાઉન્ટ બનાવી પૈસા પડાવવાના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો
  • ગઠીયાઓ નામચીન વ્યક્તિનું સોશિયલ મિડીયા એકાઉન્ટ બનાવીને તેમના મિત્રો તથા પરીચીતો પાસેથી પૈસા પડાવવાનું કૌભાંડ મોટા પાયે ચલાવી રહ્યા છે
  • એક છોટીસી મદદ ચાહીએ થી, તેમ કહીને મેસેજ કરી પોલીસ ઇન્સ્પેક્ટરનું બોગસ એકાઉન્ટ બનાવી પૈસા મંગાયા

 

WatchGujarat. છેલ્લા કેટલાય સમયથી સાયબર માફિયાઓ બેકાબુ બન્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંગનના ફોટાનો ઉપયોગ કરીને ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. વાત ધ્યાને આવતા ગણતરીના દિવસોમાં ભેજાબાજને દિલ્હીથી પકડી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે વારસીયાના પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટ લાઠીયાનું બનાવટી ફેસબુક એકાઉન્ટ બનાવી પૈસા માંગવાનો કિસ્સો સામે આવ્યો છે. વાત ધ્યાને આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું. અને બોગસ એકાઉન્ટ ડિએક્ટીવેટ કરાવી દેવામાં આવ્યું છે.

ઇન્ટરનેટ લોકોના જીવનમાં અતિ મહત્વની જરૂરીયાત ધરાવતા લિસ્ટમાં આવે છે. સ્માર્ટ ફોનના કારણે હવે અનેક કામો આંગળીના વેઢે કરવું શક્ય બન્યું છે. ઇન્ટરનેટની સાથે હવે સોશિયલ મિડીયાનું ચલણ પણ વધ્યું છે. તેવા સંજોગોમાં હવે પહેલાના સરખામણીએ ઠગાઇ કરવું પણ સરળ બન્યું છે. અને હવે ગઠીયાઓ નામચીન વ્યક્તિનું સોશિયલ મિડીયા એકાઉન્ટ બનાવીને તેમના મિત્રો તથા પરીચીતો પાસેથી પૈસા પડાવવાનું કૌભાંડ વ્યાપક પાયે ચાલી રહ્યું છે. તાજેતરમાં વડોદરાના પોલીસ કમિશ્નર ડો. સમશેરસિંગના ફોટોનો ઉપયોગ કરીને બે ડમી એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા.

ડમી એકાઉન્ટ બનાવી પૈસા પડાવવાની વાત પોલીસ તંત્રના ધ્યાને આવતા તુરંત કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અને બોગસ એકાઉન્ટ બનાવનારની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. ઘટનાને હજી જુજ દિવસો બાકી છે, ત્યારે વધુ એક પોલીસ ઓફિસરનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી પૈસા માંગવાનો કિસ્સો સામે આવ્યો છે.

વારસીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કીરીટ લાઠિયાના ફોટો અને નામનો ઉપયોગ કરીને ભેજાબાજે બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. જેમાં પીઆઇના મિત્રો તથા પરિચીતનો એકાઉન્ટમાં એડ કરી તેઓને મેસેજ મોકલવામાં આવતા હતા. મેસેજમાં લખવામાં આવતું કે, એક છોટીસી મદદ ચાહીએ થી. અને ત્યાર બાદ પૈસાની માંગણી કરવામાં આવી હતી. જો કે, પીઆઇ કીરીટ લાઠીયાને સમગ્ર મામલે જાણ થતા તેઓએ તુરંત સાયબર ક્રાઇમમાં જાણ કરી હતી. અને બોગસ એકાઉન્ટ ડીએક્ટીવેટ કરાવ્યું હતું. પોલીસ કર્મીઓના બોગસ એકાઉન્ટ બનાવી પૈસા પડાવવાના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud