• ઉત્કૃષ્ટ કામગીરી બદલ અરવિંદ થોરાટનું રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માન કરાયું હતું.
  • સિકલીગર ગેન્ગના એક્સપર્ટ અરવિંદ થોરાટની અંધારી આલમ પર સારી પકડ હતી.
  • કોરોનાને મ્હાત આપી સ્વસ્થ્ય થયા બાદ પુનઃ ફરજ પર હાજર થયા હતાં.
  • તાજેતરમાં તબિયત લથડતાં તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

 

વડોદરા. ઘરફોડ ચોરી સહિતના 1000થી વધુ અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલનાર તેમજ ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાયેલા ASI અરવિંદ થોરાટનું આજે દુઃખદ નિધન થતાં પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસ વિભાગમાં “નાના”ના હુલામણા નામે જાણીતા અરવિંદ થોરાટ સિકલીગર ગેન્ગના એક્સપર્ટ ગણાતાં હતાં.

હાલ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતાં ASI અરવિંદ થોરાટના પિતા કે. આર. થોરાટ પી.આઈ. હતાં. નાનપણથી પિતાને પગલે તેઓ પોલીસ વિભાગથી પ્રભાવિત હતાં. કોરોના વોરિયર તરીકેની ફરજ બજાવવા દરમિયાન ASI અરવિંદ થોરાટને કોરોના સંક્રમણ લાગી ગયું હતું. કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થતાં તેઓ કંટ્રોલમાં પુનઃ ફરજ પર હાજર થઈ ગયા હતાં. તાજેતરમાં ફરજ દરમિયાન તેમની તબિયત નાદુરસ્ત થઇ હતી. છેલ્લાં બે દિવસથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. સારવાર દરમિયાન તેઓનું દુઃખદ નિધન નિપજ્યું હતું.

ઘરફોડ ચોરીના ગુનાઓ કરતી સિકલીગર ગેન્ગના એક્સપર્ટ ગણાતાં અરવિંદ થોરાટે ચોરી સહીતના 1000થી વધુ અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આ ઉપરાંત, પૂનાના હાઈપ્રોફાઈલ સહાની કિડનેપિંગ એન્ડ મર્ડર કેસ, મધ્ય પ્રદેશના મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા સહિતના સંખ્યાબંધ કેસોમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ તંત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદ્દલ ત્રણ પોલીસ અધિકારીઓની સાથે ASI અરવિંદ થોરાટને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud