• કોરોનાગ્રસ્ત વિસ્તારઃ-  માંડવી, પાણીગેટ, સમા – સાવલી રોડ, કલાલી, અટલાદરા, શિયાબાગ, તરસાલી, મકરપુરા, ઓ. પી. રોડ, ફતેગંજ, સુભાનપુરા, વાસણા – ભાયલી રોડ, આજવા રોડ, ગોત્રી, છાણી, વાઘોડીયા રોડ, તાંદલજા, મુજમહુડા, મકરપુરા, ગોરવા, હરણી, દંતેશ્વર, અકોટા.
  • ગ્રામ્યઃ ડભોઈ, બાજવા, કોયલી, ભાયલી, સેવાસી, સયાજીપુરા, ઉંડેરા, પાદરા, શેરખી, વાઘોડીયા, કરજણ, સાવલી

વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા આજે નિયત સમય કરતાં લગભગ 1 કલાક મોડા કોરોના બુલેટીન જાહેર કરાયું હતું. જેમાં આજરોજ 128 પોઝિટીવ કેસ જાહેર કરવામાં આવ્યાં છે.

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4308 સેમ્પલમાંથી 128 કોરોના પોઝિટીવ અને 4180 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 10816 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 03 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 181 કરવામાં આવ્યો છે.

સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1511 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1271ની હાલત સ્ટેબલ છે, જ્યારે 173 ઓક્સિજન પર અને 67 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 240 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.

છેલ્લાં 24 કલાકમાં 23 સરકારી હોસ્પિટલ ખાતેથી, 41 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 50 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 114 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 9124 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4475 હોમ ક્વોરેન્ટાઈન છે, 3 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 06 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4484 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud