આણંદ સ્થિત ઉમરેઠ પોલીસે મહિલા સહીત બે કિશોરો સામે ફરીયાદ નોંધી
રાષ્ટ્રધ્વજ સાથે છેડછાડ કર્યા બાદ ઘરના ધાબા પર ફરકાવ્યો હતો.
રાષ્ટ્રધ્વજ સાથે છેડછડ કરી ફરકાવ્યો હોવાની ફોટો અને વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ દોડતી થઇ
WatchGujarat. દેશના રાષ્ટ્રધ્વજ સાથે કોઇ પણ પ્રકારની છેડછાડ કરવી તે ગુનાહિત પ્રવૃતિ છે. આણંદ ખાતે ભારતના રાષ્ટ્રધ્વજ સાથે ગંભીર છેડછાડ કરી ધાબા પર ફરકાવવામાં આવ્યો હતો. જોકે આ અંગેના ફોટો અને વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ઉમરેઠ પોલીસ હરકતમાં આવી મહિલા સહીત બે કિશોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, આણંદના ઉમરેઠ ખાતે આવેલા કડિયાવાડમાં સ્થિત એક મકાનના ધાબા પર તિરંગા સાથે છેડછાડ કરી ફરકાવવામાં આવ્યો હતો. જે અંગેનો ફોટો, વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. દરમિયાન પોલીસને આ બાબતની જાણ થતાં ઉમરેઠ પોલીસ કડિયાવાડ ખાતે પહોંચી હતી. જ્યાં મહિલાના ઘર ઉપર ફરકાવાવમાં આવેલો તિરંગ તાત્કાલીક ઉતારી લેવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે નિલોફરબાનુ ફારૂકહુસૈન મલેકની પુછપરછ કરતા તેણીએ ત્રણ કિશોરો સાથે મળી રાષ્ટ્ર ધ્વજ સાથે છેડછાડ કરી હોવાનુ સામે આવ્યું હતુ.
મહિલાએ કિશોરો સાથે મળી રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રની જગ્યાએ ચાંદ અને તારો બનાવ્યો હતો. ત્યારબાદ આ તિરંગાને લાકડી સાથે બાંધી મકાનના ધાબા ઉપર લહેરાવ્યો હતો. ઉમરેઠ પોલીસે આ માલમે મહિલા સહીત ત્રણેય સામે રાષ્ટ્રધ્વજના તિરસ્કાર અટકાવવા માટેના અધિનિયમ 1971ની કલમ 2 મૂજબ ગુનો નોંધીય કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.