સોશિયલ મિડીયા પર નેતાના ઓરીજીનલ એકાઉન્ટના ફોટોનો ઉપયોગ કરી ડુપ્લીકેટ એકાઉન્ટ બનાવાયું
સોશિયલ મિડીયાના ઓરીજીનલ એકાઉન્ટના મિત્રોને એડ કરી ભેજાબાજે ઇમરજન્સી છે પૈસા મોકલો તેવા મેસેજ કરવાનું ચાલું કર્યું
આખરે કોંગી અગ્રણીને આ વાતની જાણ થતા તેમણે તાત્કાલીક સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી
વડોદરા. સોશિયલ મીડિયાનો જેટલો સદુપયોગની સાથે હવે દુરુપયોગ વધુ થઈ રહ્યો છે. ત્યારે કોઈ ભેજાબાજે વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર રાવતના નામથી કોઈ ભેજાબાજે ફેસબુક એકાઉન્ટ શરૂ કરી તેમની સાથે સંકળાયેલા મિત્રોને મેસેજ આપી પે ફોનથી તાત્કાલિક રૂપિયા 10 હજાર સુધી મદદની માગણી કરતા ક્રાઇમ વિભાગને ફરિયાદ કરી છે.
શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર રાવતનું ડુપ્લીકેટ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. ડુપ્લીકેટ એકાઉન્ટ બનાવનાર દ્વારા નરેન્દ્ર રાવતના પોતાના ઓરીજીવલ એકાઉન્ટમાંથી રાહુલ ગાંધી તથા અન્ય ઉચ્ચ રાજકીય આગેવાનો સાથેના ફોટા ડાઉનલોક કરી દીધા હતા. ત્યાર બાદ નરેન્દ્ર રાવતના ફ્રેન્ડ્સને ડુપ્લીકેટ એકાઉન્ટમાં એડ કરવામાં આવ્યા હતા. આમ, નરેન્દ્ર રાવત સાથે જોડાયેલા મોટાભાગના લોકોને ડુપ્લીકેટ એકાઉન્ટમાં જોડવામાં આવ્યા હતા.
ત્યાર બાદ ભોજબાજે ફેસબુક એકાઉન્ટમાં નરેન્દ્ર રાવત સાથે સંકળાયેલા ફ્રેન્ડ ગ્રુપમાંથી કેટલાક મિત્ર વર્તુળોમાં તેમના પર્સનલ ફેસબુક એકાઉન્ટમાં ચેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. હિન્દીમાં વાત શરૂ કરીને પ્રથમ એકબીજાને ઓળખીતા હોય તેવી વાતચીત કરવામાં આવી હતી.
નરેન્દ્ર રાવતના બોગસ ફેસબુક એકાઉન્ટ પરથી ભેજાબાજ દ્વારા "ગુડ મોર્નિંગ સર, " "એક છોટા સ કામ થા", "ફોન પે ઉપયોગ કરો છો" તેમ કહી એક નંબર આપીને ફોન પે દ્વારા તાત્કાલિક 10 હજાર રૂપિયા જમા કરાવવા માંગણી કરી હતી. આ અંગે નરેન્દ્ર રાવતને મિત્રએ જાણકારી આપી હતી કે, તમારા નામથી ફેસબુક એકાઉન્ટમાં 10 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે, જેની જાણ થતાં પૂર્વ પ્રમુખે ફેસબુક ઉપર લખેલો મોબાઇલ નંબર અને સમગ્ર માહિતી સાથે સાઈબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે અને સાઇબર ક્રાઇમે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ શહેરના અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમાબેન મોહિલેના ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા. તે સંદર્ભે તેમણે પોલીસને ફરિયાદ પણ કરી હતી. નેતાઓના બોગસ એકાઉન્ટ બનાવી લોકો સાથે છેતરપીંડી કરવાની ધટના દિવસેને દિવસે વધી રહી હોવાનું સામે આવી રહ્યું છે.