• જંબુસરથી વડોદરા આવતા બસને રાજમહેલ રોડ પર અકસ્માત નડ્યો 
  • બાઇક ચાલકને બચાવવા જતા એસટી બસ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યાનું પ્રાથમિક તારણ
  • ઓછા મુસાફરો હોવાને કારણે ઘાયલોની સંખ્યા સિમીત 

વડોદરા. રાજમહેલ રોડ પર ST બસના ડ્રાઇવરે સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ ડિવાઇડર પર ચડી ગઇ હતી. જેમાં 4 મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી એક મહિલાને વધુ ઇજા થતાં તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

રવિવારે સવારે બાઇક ચાલકને બચાવવા જતા ડ્રાઇવરે સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવ્યો ભરૂચ જિલ્લાના જંબુસરથી વડોદરા બસ ડેપો તરફ જઇ રહેલી બસને રાજમહેલ રોડ પર અકસ્માત નડ્યો હતો. ST બસના ડ્રાઇવરે બાઇક ચાલકને બચાવવા જતા સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ ડિવાઇડર પર ચડી ગઇ હતી. જેમાં 4 મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

એક મહિલાને વધુ ઇજાઓ થવાથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બાકીના 3 મુસાફરને સામાન્ય ઇજા થઇ હોવાને કારણે સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. જો બસમાં વધારે મુસાફરો હાજર હોત તો ઇજાગ્રસ્તની સંખ્યામાં વધારો થઇ શકત.

બસમાં માત્ર 10 જેટલા લોકો જ મુસાફરી કરી રહ્યા હતા

ઇજાગ્રસ્ત બળવંતભાઇએ જણાવ્યું હતું કે, જંબુસરથી વડોદરા જઇ રહેલી બસમાં 8થી 10 જેટલા મુસાફરો બેઠેલા હતા. અને સમયે વડોદરાના રાજમહેલ રોડ પર બસ ડિવાઇડર ઉપર ચડી જતા મને પતરૂ વાગ્યું છે. મારા સહિત કેટલાક મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જે પૈકી એક મહિલાને ફ્રેક્ચર થયું છે. બાકીના લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. સામાન્ય ઇજાગ્રસ્ત મુસાફરોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud