સુરતમાં તો 200 રૂપિયા દંડ લે છે, તમે એક હજાર દંડ કરીને ખોટું ઉઘરાણું કરો છો તેમ કહી સુરતના વકીલે પોલીસને ધમકી આપી
સુરતના વકીલ સહિત 4 વ્યક્તિએ દંડ બાબતે પોલીસ સાથે ઝપાઝપી કરી 'પોલીસ તો આડી જાત છે કોઇ દિવસ નહીં સમજે'
કાર ચાલકની પત્નીએ માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે કાર રોકી દંડ ભરવા કહેતા
પોલીસ સાથે ઝપાઝપી કરીને વીડીયો રેકોર્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો
માંજલપુર પોલીસે ધમકી આપનારા ચારેય શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી
વડોદરા. શહેરના માંજલપુર વિસ્તારના તુલસીધામ ચાર રસ્તા પાસે કોરોના મહામારીને લઇને માસ્ક ચેકિંગની કામગીરી કરી રહેલા પોલીસ કર્મીઓને ધમકી આપીને સુરતના વકીલ સહિત 4 શખ્સોએ ઝપાઝપી કરી હતી પોલીસે ચારેયની ધરપકડ કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનના કર્મી કોવિડ-19 અંતર્ગત તુલસીધામ ચાર રસ્તા પાસે માસ્ક ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. આ સમયે પસાર થતી કારના ચાલક દીપન દિનેશ રાંદેરીયા અને તેની બાજુમાં બેસેલી તેમની પત્ની સોનિયાબેન દીપેન રાંદેરીયા(રહે,પીપલોદ, સુરત)એ માસ્ક પહેર્યું ન હોવાથી પોલીસે અટકાવી રૂપિયા એક હજાર રૂપિયાનો દંડ ભરવા માટે જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા દીપેને જણાવ્યું હતું કે, સુરતમાં 200 રૂપિયા દંડ થાય છે, તો તમે એક હજાર દંડ કરીને ખોટું ઉઘરાણું કરો છો અને પોલીસ દાદાગીરી કરે છે તેમ જોર જોથી બૂમો પાડી વિડીયો રેકોર્ડિંગ કરવા લાગ્યો હતો.
આ સમયે અન્ય કાર ત્યાં આવીને ઊભી રહી હતી. આ કારમાંથી નિલય કિરીટ ટેલર અને દિનેશ ચીમનલાલ રાંદેરીયા(બન્ને, રહે, સુરત)એ જણાવ્યું હતું કે, 'પોલીસ તો આડી જ જાત છે તે કોઇ દિવસ નહીં સમજે' તેમ કહી પોલીસ સાથે ઝપાઝપી કરીને વીડીયો રેકોર્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો અને પોતે વકીલ હોય કાયદાની જાણકારીના પગલે પોલીસને જોઈ લઇશ એવી ધમકી આપી હતી. માંજલપુર પોલીસે ચારેય શખ્સોની સરકારી કામમાં રૂકાવટ અને પોલીસ કર્મચારીને ધમકાવવા મામલે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.