આરોગ્ય વિભાગની ટીમે શિયાબાગ અને હાથીખાના માર્કેટમાં પોલીસને સાથે રાખીને 9 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા
7 વેપારીઓને ત્યાંથી તેલ, અનાજ અને કાળા મરીનો જથ્થો સીઝ કરવામાં આવ્યા
રોડામાં રૂપિયા 41700 ની કિંમતનો 102 કિલો કાળા મરીનો જથ્થો સીઝ કરાયો
વડોદરા. અખાદ્ય ચીજવસ્તુઓ વેચાતી હોવાની માહિતીના પગલે આરોગ્ય વિભાગની ટીમે શિયાબાગ અને હાથીખાના માર્કેટમાં પોલીસને સાથે રાખીને 9 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને જેમાં 7 વેપારીઓને ત્યાંથી તેલ, અનાજ અને કાળા મરીનો જથ્થો સીઝ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
આરોગ્ય વિભાગની 6 ટીમે ક્રાઈમ બ્રાન્ચની ટીમને સાથે રાખીને દરોડા પાડ્યા
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને હાથીખાનામાં અખાદ્ય ચીજવસ્તુઓ વેચાતી હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જેને પગલે પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓની 6 ટીમોએ હાથીખાના માર્કેટમાં તેમજ શિયાબાગ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમને સાથે રાખીને દરોડા પાડ્યા હતા.
ટ્રેડીંગની કઇ દુકાન શું જપ્ત કરવામાં આવ્યું
દુકાનનું નામ જપ્ત કરેલી ચીજવસ્તુ
મધુવન ટ્રેડર્સ - કાળા મરી
લક્ષ્મી ટ્રેડર્સ - કાળા મરી
સતગુરુ એન્ટરપ્રાઇઝ - કાળા મરી
અનંત એન્ટરપ્રાઇઝ - કાળા મરી
પરમેશ્વર ટ્રેડિંગ - કાળા મરી
(હાથીખાનામાં આવેલી દુકાનો)
ગુરુદત્ત ભંડાર - કપાસીયા તેલ, વનસ્પતી તેલ, રીફાઇન કપાસીયા તેલ, કંપની પેક ડબ્બામાંથી તેલ
( શિયાબાગ મેઇન રોડ પર આવેલી દુકાન)
અલગ અલગ જગ્યાએ પાડેલા દરોડામાં રૂપિયા 41700 ની કિંમતનો 102 કિલો કાળા મરીનો જથ્થો સીઝ કર્યો હતો. તેમજ કપાસિયા તેલ અને વનસ્પતિ તેલના ડબ્બા અને લુઝ તેલ સીઝ કર્યું હતું. આરોગ્ય વિભાગે સેમ્પલ લઇને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.
આરોગ્ય વિભાગની ટીમે શિયાબાગ અને હાથીખાના માર્કેટમાં પોલીસને સાથે રાખીને 9 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા
7 વેપારીઓને ત્યાંથી તેલ, અનાજ અને કાળા મરીનો જથ્થો સીઝ કરવામાં આવ્યા
વડોદરા. અખાદ્ય ચીજવસ્તુઓ વેચાતી હોવાની માહિતીના પગલે આરોગ્ય વિભાગની ટીમે શિયાબાગ અને હાથીખાના માર્કેટમાં પોલીસને સાથે રાખીને 9 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને જેમાં 7 વેપારીઓને ત્યાંથી તેલ, અનાજ અને કાળા મરીનો જથ્થો સીઝ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
આરોગ્ય વિભાગની 6 ટીમે ક્રાઈમ બ્રાન્ચની ટીમને સાથે રાખીને દરોડા પાડ્યા
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને હાથીખાનામાં અખાદ્ય ચીજવસ્તુઓ વેચાતી હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જેને પગલે પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓની 6 ટીમોએ હાથીખાના માર્કેટમાં તેમજ શિયાબાગ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમને સાથે રાખીને દરોડા પાડ્યા હતા.
ટ્રેડીંગની કઇ દુકાન શું જપ્ત કરવામાં આવ્યુંદુકાનનું નામ જપ્ત કરેલી ચીજવસ્તુ