તપાસ કરતા બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળ વેચવા અંગે તેની પાસે કોઈ ફ્રેન્ચાઈસી કે પુરાવા ન હોવાનું બહાર આવ્યું
પોલીસે બ્રાન્ડેડ કંપનીની રૂ 49,100 ની કિંમતની 60 ડુપ્લીકેટ ઘડિયાળો કબજે કરી
કોપીરાઇટ ના રક્ષણ માટે કામ કરતી સંસ્થાએ વડોદરા પોલીસ સાથે મળીને કામગીરી કરી
વડોદરા. મંગળ બજાર વિસ્તારમાં આવેલી દુકાનમાં કોપીરાઇટના રક્ષણ માટેનું કામ કરતી ખાનગી કંપનીના કર્મચારીએ સિટી પોલીસ મથકની મદદથી દરોડો પાડયો હતો અને બ્રાન્ડેડ ઘડિયાળોના નામે ડુપ્લીકેટ ઘડિયાળોનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડી રૂપિયા 49,100 ની કિંમતની 60 ઘડિયાળો કબજે કરી આરોપીની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરાવી હતી.
ચેક આઈ પી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની અલગ-અલગ બ્રાન્ડેડ કંપનીના કોપીરાઇટના રક્ષણ માટેનું કામ કરે છે. જેમાં કામ કરતા મહિલા કર્મચારીએ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે અમારી કંપનીને ટાઈટન, ફાસ્ટ્રેક, સોનાટા સહિતની ઘડિયાળોની કંપનીના કોપીરાઇટ હકોની ઓથોરિટી મળેલી છે. જેમાં તેઓને કોપીરાઇટ કરતા અથવા વેચાણ કરતાં શખ્સો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સત્તા આપેલી છે. દરમિયાન તેઓને ચોક્કસ માહિતી મળી હતી કે મંગળ બજારમાં આવેલા સાંઈદીપ ચેમ્બર ખાતેની બરોડા ટાઈમ નામની દુકાનમાં ટાઈટન, ફાસ્ટ્રેક, સોનાટા , ફોસીલ , ડીઝલ તથા બીજી અન્ય કંપનીની કાંડા ઘડિયાળોની ડુપ્લીકેટ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે કંપનીની અધિકૃત માણસોએ પોલીસને સાથે રાખીને સાઈદીપ ચેમ્બર ખાતે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પ્રકાશ નંદવાણી( રહેવાસી -માણેક પાર્ક સોસાયટી, વીઆઇપી રોડ ,કારેલીબાગ ,વડોદરા)ને ઝડપી પાડયો હતો. અને તપાસ કરતા બ્રાન્ડેડ કંપની ઘડિયાળ વેચવા અંગે તેની પાસે કોઈ ફ્રેન્ચાઈસી કે પુરાવા ન હોવાનું બહાર આવ્યું હતું. સિટી પોલીસે બ્રાન્ડેડ કંપની રૂપિયા 49,100 ની કિંમત ધરાવતી 60 ડુપ્લીકેટ ઘડિયાળો કબજે કરી પ્રકાશ અડવાણીની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી હતી
- તપાસ કરતા બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળ વેચવા અંગે તેની પાસે કોઈ ફ્રેન્ચાઈસી કે પુરાવા ન હોવાનું બહાર આવ્યું
- પોલીસે બ્રાન્ડેડ કંપનીની રૂ 49,100 ની કિંમતની 60 ડુપ્લીકેટ ઘડિયાળો કબજે કરી
- કોપીરાઇટ ના રક્ષણ માટે કામ કરતી સંસ્થાએ વડોદરા પોલીસ સાથે મળીને કામગીરી કરી