ઠગ ટોળકીએ મૃતકની અંતિમ ઇચ્છા હોવાનું કહીને યુવક સાથે લગ્ન કરાવ્યા હતા
યુવતીને પગ ફેરા માટે ઔરંગાબાદ લઇ જવાનું કહીને લઇ ગયાબાદ પરત ન ફરી
અમૂલ ડેરીમાં કામ કરતા યુવાને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ત્રિપુટી વિરૂદ્ધ છેતરપિંડની ફરિયાદ નોંધાવી
પૈસાની માંગ કરતા હોવાથી યુવાન લગ્ન કરવા તૈયાર ન હતો
વડોદરા. શહેરના સમા વિસ્તારમાં રહેતા ડિવોર્સી યુવકના મહિલા સાથે લગ્ન કરાવી 1.10 લાખ રૂપિયાની છેતરપિંડીનો બનાવ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પોલીસે દુલ્હન સહિતની ભેજાબજ ત્રિપુટી વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા એક મહિનામાં લૂંટેરી દુલ્હનનો બીજો બનાવ સામે આવ્યો છે.
શહેરના ન્યુ સમા રોડ પર આવેલા જલારામ હાઉસિંગ ટેનામેન્ટમાં રહેતા 39 વર્ષીય જૈમિનભાઇ પુનમભાઈ પરમાર આણંદ ખાતે અમૂલ ડેરીમાં નોકરી કરે છે, તેમના ત્રણ વર્ષ પહેલા પ્રથમ લગ્ન બાદ છૂટાછેડા થયા હતા. બીજા લગ્ન કરવા નીકળેલા જૈમિનભાઇનો ભેટો વિપુલભાઇ મહેતા(રહે, ઉમરગામ, વાપી) અને અફસાના બાનુ(રહે, મન્સૂરી મસ્જિદ પાસે, હાથીખાના, વડોદરા) સાથે થયો હતો, ત્યારબાદ અફસાનાબાનુ સૈયદ, શોભાબેન જાદવે(રહે, ઔરંગાબાદ) અને વિપુલભાઇ મહેતા(રહે, ઉમરગામ, વાપી)એ ઘણી બધી છોકરીઓ સાથે મુલાકાત કરાવીને તેમને ફોટા બતાવ્યા હતા, પરંતુ, પૈસાની માંગ કરતા મામલો ટળી ગયો હતો.
લગ્ન પેટે રૂપિયા દોઢ લાખ ખર્ચો થશે તેમ જણાવતા જૈમિનભાઇ રાજી થઇ ગયા
5 મહિના બાદ અફસાના બાનુ જૈમિનના ઘરે પહોંચી હતી અને જણાવ્યું હતું કે, વિપુલ મહેતાનું મૃત્યુ થયું છે અને તેઓની અંતિમ ઇચ્છા હતી કે, તમારા લગ્ન ઉષાબેન પાટીલ(રહે, કરખેલી રોડ, નાંદેડ, મહારાષ્ટ્ર) સાથે થાય, તે છોકરી અનાથ છે. અને લગ્ન પેટે રૂપિયા દોઢ લાખ ખર્ચો થશે તેમ જણાવતા જૈમિનભાઇ રાજી થઇ ગયા હતા અને રોકડા 50 હજાર રૂપિયા પાદરા ખાતેના વકીલની ઓફિસમાં આપી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ શોભાબેન જાદવ જૈમિનના ઘરે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, ઉષા પાટીલને પગ ફેરા માટે ઔરંગાબાદ ખાતે લઇ જવાની છે. તેમ જણાવી વધુ 60 હજાર રૂપિયા ખંખેર્યા હતા. ત્યારબાદ બે દિવસ પછી પણ પત્ની ઉષા પાટીલ પરત ન ફરતા અને મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતા પોતે છેતરપિંડીનો શિકાર બન્યા હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેમણે અફસાનાબાનુ સૈયદ, ઉષાબેન પાટીલ અને શોભાબેન જાદવની ત્રિપુટી વિરુદ્ધ ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ICPની કલમ 420 ,417 અને 114 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એક મહિના પહેલા પણ લૂંટેરી દુલ્હન પકડાઇ હતી
વડોદરા શહેર નજીક કરચીયા ગામના યુવક આકાશ કોળી સાથે આણંદના નકલી પરીવારે યુવતી સોનલના ફૂલહાર કરી દોઢ લાખ રોકડા અને સોના- ચાંદીના દાગીના, મોબાઈલ પડાવી યુવતી અને તેનો પરિવાર ફરાર થતાં યુવકે જવાહરનગર પોલીસ મથકે પરિવારના 6 સભ્યો વિરુદ્ધ છેતરપિંડીનો ફરિયાદ નોંધાવી હતી. જેમાં જવાહરનગર પોલીસે દુલ્હન અને અન્ય બે મહિલાઓ સહિત કુલ 6 ઠગને ઝડપી પાડ્યા હતા. આ ઠગ ટોળકીએ 15થી વધુ લોકોને પોતાનો શિકાર બનાવી નાણા પડાવ્યા હોવાની તપાસમાં બહાર આવ્યું હતુ. ઠગ ટોળકીમાં ધર્મેન્દ્ર ઉર્ફે લાલો સોનલનો પ્રેમી છે. અને તે તેનો ભાઈ છે તેવો ઢોંગ કરી લગ્ન વાચ્છુક યુવકોને વિશ્વાસમાં લેતો હતો.
- ઠગ ટોળકીએ મૃતકની અંતિમ ઇચ્છા હોવાનું કહીને યુવક સાથે લગ્ન કરાવ્યા હતા
- યુવતીને પગ ફેરા માટે ઔરંગાબાદ લઇ જવાનું કહીને લઇ ગયાબાદ પરત ન ફરી
- અમૂલ ડેરીમાં કામ કરતા યુવાને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ત્રિપુટી વિરૂદ્ધ છેતરપિંડની ફરિયાદ નોંધાવી
- પૈસાની માંગ કરતા હોવાથી યુવાન લગ્ન કરવા તૈયાર ન હતો