વડોદરા. અનલોક-5માં દેશભરના મોટા ભાગના ધંધા રોજગાર, મોલ-મલ્ટીપ્લેક્ષ શરૂ થયા છે. પરંતુ શહેરમાં આવેલા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને ખોલવામાં નહીં આવતાં સભ્યોએ પ્લે કાર્ડ સાથે રેલી યોજી દેખાવો કર્યાં હતા. સરકાર દ્વારા રમશે ગુજરાત અને જીતશે ગુજરાત પ્રોગ્રામ દ્વારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

સ્પોર્ટ કોમ્પ્લેક્ષને ખોલવામાં નહીં આવતાં સભ્યોએ દેખાવો કરી પોતાનો આક્રોષ વ્યક્ત કર્યો

અનલોક-5માં દેશભરમાં મોટા ભાગના ધંધા રોજગાર ધમધમતા થયા છે, તેની સાથે જ આજથી મલ્ટીપ્લેક્ષ પણ શરૂ થયા છે. જોકે, સરકારના રમશે ગુજરાત જીતશે ગુજરાતના સૂત્રને કોરોનાનું ગ્રહણ નડ્યું છે, ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા સંચાલિત માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્ષને ખોલવામાં નહીં આવતાં આજે રમત સંકુલના સભ્યો રોષે ભરાયા છે. અને વહેલી સવારે માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ બહાર પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યાં હતા અને દરબાર ચોકડી સુધી રેલીને યોજી માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્ષને ખોલવામાં આવે તેવી માંગ કરી હતી.

સરકાર ઇમ્યુનિટી વધારવાની વાત કરે છે, તો ઘરમાં રહીને જ કેવી રીતે વધશે

વિરોધ કરતા લોકોએ જણાવ્યું કે, ચૂંટણીની મીટીંગો અને રેલીઓ યોજાઇ રહી છે અને મલ્ટીપ્લેક્ષ પણ આજથી શરૂ કરવામાં આવ્યા છે. વડોદરાના મોટા ભાગના રમતગમત સંકુલો ખુલી ગયા છે, તો માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ કેમ ખોલવામાં આવતું નથી. ચૂંટાયેલા કોઇ પણ રાજકીય નેતાઓ પણ અમને સાથ સહકાર આપવા આવતા નથી. કોઈને રસ નથી. આ અંગે અમે સ્પોર્ટ્સ ઓથોરિટીને પણ રજૂઆત કરી છે, તેમ છતાં આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખોલવામાં આવ્યું નથી. સરકાર ઇમ્યુનિટી વધારવાની વાત કરે છે, તો ઘરમાં રહીને જ કેવી રીતે વધશે. એમનાથી સેનેટાઇઝિંગ ના થતું હોય તો અમે તમામ મેમ્બરો અમારી જાતે સેનેટાઇઝિંગ કરી લઈશું. આવતીકાલથી આ માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખોલવામાં આવે તેવી અમારી માંગ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !