• પરિવાર ગામની સીમમાં ઘાસ કાપી રહ્યું અને દિપાડાએ હુમલો કર્યો
  • સવારે 7-30 વાગે બનેલી આ ઘટનામાં 10 વર્ષના માસુમ બાળકનુ મોત નિપજ્યુ હતુ.
  • ફોરેસ્ટ વિભાગને ઘટનાના જાણ થતા આદમખોર દિપડાને ઝડપી પાડવા જંગલમાં પાંજરા ગોઠવી દેવાયા


પંચમહાલ. જિલ્લાના ઘોંઘબા ખાતેના કાંટુ ગામમાં રહેતા બારીયા પરિવાર પર આદામ કોર દિપડાએ વહેલી સવારે હુમલો કર્યો હતો. આ ઘટનામાં 10 વર્ષના બાળકનુ મોત નિપજ્યું હતુ. બનાવની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી દિપડાને પાંજરે પુરવા કવાયત શરૂ કરી હતી.

આ બનાવની વિગત એવી છે. મંગળવારે સવારે કાંટુ ગામમાં રહેતા બાલસિંગભાઇ બારીયા કામ અર્થે બહાર ગયા હતા. દરમિયાન તેમના પત્ની, બે બાળકીઓ અને ચોતા ધોરણમાં અભ્યાસ કરતો 10 વર્ષીય મુકેશ ખેતરમાં ઘાસ -કાપવા માટે પહોંચ્યાં હતા. જ્યાં સવારે 7-30 વાગ્યાની આસપાસ માતા તેમની બે પુત્રીઓ સાથે ઘાસ કાપી રહીં હતી. ત્યારે અચાનક એક આદમખોર દિપડાએ પરિવાર પર હુમલો કરી દીધો હતો.

દિપાડાના આ હુમલામાં માતા અને બે દિકરીઓ બચી ગઇ હતી. પરંતુ 10 વર્ષીય મુકેશને માનવભક્ષી દિપડો અંદાજીત 20 ફુટ દુર સુધી ઢસડી ગયો હતો. માતા અને બે બહોનોની નજર સામે દિપાડીએ 10 વર્ષીય મુકેશને ફાડીખાતા મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે માતા અને બે બહેનોએ બુમરાણ મચાવતા ગ્રામજનો દોડી આવતા દિપાડો બાળકને મુકી ભાગી છુટ્યો હતો. બનાવની જાણ ઘોઘંબા ફોરેસ્ટ વિભાગને કરાતા અધિકારીઓ સહીતનો કાફલો તાત્કાલીક સ્થળ પર દોડી આવ્યો હતો.

10 વર્ષીય બાળકને મોતને ઘાટ ઉતારનાર આદમખોર દિપડાને પાંજરે પુરા ફોરેસ્ટ વિભાગ દ્વારા ટેર ઠેર પાંજરે ગોઠવી દેવામાં આવ્યાં હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud