ગોલ્ડન ચોકડી ખાતે ઓટો રીક્ષામાં મુસાફરો બેસાડવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં મંગળવારે એક રીક્ષા ચાલકે બીજા રીક્ષા ચાલકના ગળામાં ચાકૂથી હુમલો કરી જીવલેણ ઇજા પહોંચાડી
મંગળવારે સવારે બંને વચ્ચે આજવા રોડ શ્રી હરી ટાઉનશિપ પાસે ઝઘડો થયો હતો
સમગ્ર મામલે હાર્દિક ઉર્ફ લાલા ભરવાડ અને સરફરાજ મયુદ્દીન બચારવાલાએ સામ-સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી
વડોદરા. એક અઠવાડીયા પહેલા ગોલ્ડન ચોકડી ખાતે ઓટો રીક્ષામાં મુસાફરો બેસાડવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં મંગળવારે એક રીક્ષા ચાલકે બીજા રીક્ષા ચાલકના ગળામાં ચાકૂથી હુમલો કરી જીવલેણ ઇજા પહોંચાડી હતી. હુમલામાં ગંભીર રીતે ઇજા પામેલા રિક્ષા ચાલકને સયાજી હોસ્પિટલ માટે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
એક અઠવાડીયા પહેલા ઝઘડાની અદાવતમાં બંને રીક્ષાચાલકો વચ્ચે મંગળવારે ફરી ઝઘડો થયો
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી શિવનગર સોસાયટીમાં રહેતો હાર્દિક ઉર્ફ લાલા નાજાભાઇ ભરવાડ અને આજવા રોડ બહાર કોલોનીમાં રહેતો સરફરાજ મયુદ્દીન બચારવાલા ઓટો રિક્ષા ચલાવે છે. એક અઠવાડિયા પહેલા બંને વચ્ચે રીક્ષામાં મુસાફરો બેસાડવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં આજે સવારે બંને વચ્ચે આજવા રોડ શ્રી હરી ટાઉનશિપ પાસે ઝઘડો થયો હતો.
રીક્ષાચાલકના ગળામાં ચાકુ મારીને અન્ય રીક્ષાચાલક ફરાર
મંગળવારે સવારે હાર્દિક ઉર્ફ લાલા ભરવાડ પોતાની રીક્ષા લઇને આજવા રોડ શ્રી હરી ટાઉનશિપ ખાતે આવી પહોંચ્યો હતો. તે સમયે સરફરાજ બચારવાલા પણ હાજર હતો. જોતજોતામાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઇ હતી. જેમાં સરફરાજે પોતાના ખિસ્સામાંથી ચાકુ કાઢીને હાર્દિક ઉર્ફ લાલાના ગળામાં મારી દીધું હતું અને સ્થળ પરથી પોતાની ઓટો રીક્ષા લઇને ફરાર થઇ ગયો હતો. દરમિયાન હાર્દિક ઉર્ફ લાલા ભરવાડ ઉપર ચાકુથી હુમલો થયો હોવાની જાણ તેઓના મિત્રોને થતાં દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
ઝગડાને કારણે થયેલા રીક્ષાચાલક પર હુમલાના આગામી દિવસોમાં ઘેરા પ્રત્યાઘાત પડે તેવા એંધાણ
રીક્ષા ચાલક હાર્દિક ઉર્ફ લાલા ભરવાડ ઉપર સવારે થયેલા હુમલાના આગામી દિવસોમાં ઘેરા પ્રત્યાઘાત પડે તેવા એંધાણ છે. હાર્દિક ઉર્ફ લાલાને ગંભીર ઇજા પહોંચી હોવાની જાણ તેના મિત્રોને થતાં સયાજી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. બીજી બાજુ આ બનાવ અંગે બાપોદ પોલીસ મથકમાં ઇજાગ્રસ્તના પિતા નાજાભાઇ ભરવાડે નોંધાવેલી ફરિયાદના આધારે હુમલાખોર સામે સરફરાજ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે હાર્દિક ઉર્ફ લાલા ભરવાડ અને સરફરાજ મયુદ્દીન બચારવાલાએ સામ-સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.