• વડોદરા સહીત અન્ય બે રેન્જના ઇન્કમટેક્સ અધિકારીઓએ સુરતમાં પીવીએસ શર્માના નિવાસ સ્થાને પડ્યા દરોડા
  • દરોડાને પગલે પીવીએસ શર્મા રસ્તા પર ધારણા યોજ્યા
  • જવેલર પર ગંભીર આક્ષેપ કરનાર આઇટીની રડારમાં

સુરત. નોટબંધી સમયે સોના વેચાણના નામે મોટું કોભાંડ થયું હોવાના આક્ષેપ પૂર્વ આવકવેરા અધિકારી ભાજપના અગ્રણી પીવીએસ શર્મા લગાવી રહ્યા છે. તેઓએ આ મામલે પીએમ મોદી અને નાણામંત્રીને ટવીટ કરીને આ મામલે ઇડી અને સીબીઆઈ મારફત તપાસ કરવા માંગ કરી છે.જેમાં સુરતના મોટા જ્વેલર્સ અને નેતાઓની સંડોવણીના પુરાવા રજુ કરવાની વાત પીવીએસ શર્માએ કહેતા તેમના નિવાસ સ્થાને આવકવેરા વિભાગે દરોડો પાડ્યો હતો. વડોદરા સહીત અન્ય રેન્જના અધિકારીઓની ટિમ દરોડાની કામગીરીમાં જોડાઈ હતી.

કાળુંનાણું પાછું લાવવા માટે વડાપ્રધાનના નોટબંદીના નિર્ણય બાદ કાળા નાણાને સફેદ કરવા માટેની ખુબ મોટી રમત અને સુરતમાં મસમોટું કોભાંડ થયાની વાત સામે આવી હતી. જેમાં પૂર્વ આવકવેરા અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્માએ આ મામલે પીએમ મોદી અને નાણામંત્રીને ટવીટ કરીને આ બાબતે જાણ કરી હતી.

પીવીએસ શર્માએ સુરતના જ્વેલરો અને આ કૌભાંડમાં મોટા નેતાઓની સંડોવણીની વાત કરી ભવિષ્યમાં પુરાવા અને નામોને જાહેર કરવાની વાત પણ કરી હતી. ત્યારે અચાનક જ ગઈકાલે રાત્રે 12:00 વાગે આવકવેરા વિભાગે પીવીએસ શર્માના ઘરે દરોડો પાડ્યો હતો. તેમજ તેમનો મોબાઈલ પણ લેવા માટે દબાણ કરતા પોતે પણ એક પૂર્વ આવકવેરા અધિકારી રહી ચુક્યા હોય તેમણે આ બાબતનો વિરોધ કરી પોતાની બિલ્ડિંગની બહાર બેસીને વિરોધ કર્યો હતો.

સુરત ઘોડદોડ રોડના એક જવેલર્સે 110 કરોડ રૂપિયા ડિપોઝિટ કરી 33 ટકા ટેક્સ ભરવાને બદલે માત્ર 80 લાખ ટેક્સ ભરવા માટેની અરજી કરી હતી. અને તેની આ અપીલની અરજી સ્વીકારી લેવામાં આવતાં હાલ મોટા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરાઈ છે.ત્યારે અચાનક આવકવેરા વિભાગના દરોડા થતાં કોઈ મોટા નેતા કે પછી જવેલર્સને છાવરવા માટે આ બધું કરાઈ રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud