• 10 સપ્ટેમ્બરના રોજ ફ્ક્કીિ દ્વારા યોજાયેલા રિવાઇવીંગ ટ્રેડીશનલ ટેક્સટાઇલ એન્ડ આર્ટના વેબીનારમાં મહારાણી રાધીકારાજે ગાયકવાડ જોડાયા હતા
  • જેમાં તેમણે ગુજરાતના હેરીટેજ ની જાળવણી અને તેની ઉપયોગીતા અંગે તેમને મત પ્રગટ કર્યો હતો.
  • પોતાના વ્યક્તવ્ય દરમિયાન તેમણે રાજસ્થાન અને ગુજરાતના હેરીટેજ સ્ટ્રક્ચર અને વિદેશી પ્રવાસીઓના મુદ્દે સ્પષ્ટ વાત કરી હતી
  • લક્ઝુરીયસ ટ્રાવેલર અને ફોરેન ટ્રાવેલર પ્રવાસ દરમિયાન પોતાના હાથમાં વાઇનના ગ્લાસ ઇચ્છતા હોય છે- મહારાણી રાધીકારાજે ગાયકવાડ
  • ગુજરાતમાં ઉપલબ્ધ રોડ કનેક્ટીવીટી અને અવિરત ઇલેક્ટ્રીસીટી સપ્લાય સહિતના ટુરીઝમને પ્રોત્સાહન આપતા પાસા પણ વેબીનારમાં મહારાણીએ વ્યક્ત કર્યા હતા.
  • ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાથી લક્ઝુરીયસ ટ્રાવેલર અને ફોરેન ટ્રાવેલર પર તેની અસર પડી શકે છે.

વડોદરા. ફિક્કી દ્વારા યોજાયેલા વેબીનારમાં વડોદરાના મહારાણી રાધીકારાજે ગાયકવાડે લક્ઝુરીયસ ટ્રાવેલર અને ફોરેન ટ્રાવેલર પોતાના હાથમાં વાઇનનો ગ્લાસ ઇચ્છતા હોય છે તેમ કહી પોતાનો મત વ્યક્ત કર્યો હતો. વેબીનારમાં મહારાણીએ ગુજરાત અને રાજસ્થાનમાં હેરીટેજ સ્ટ્રક્ટરની જાળવણી, પ્રવાસનમાં તેની ઉપયોગીતા સહિતના મુદ્દે જાણકારી આપી હતી.

દેશની જાણીતી બિઝનેસ ચેમ્બર ફિક્કી દ્વારા 10 સપ્ટેમ્બરના રોજ રિવાઇવીંગ ટ્રેડીશનલ ટેક્સટાઇલ એન્ડ આર્ટના વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહારાણી સાથે અન્ય ત્રણ લોકો અલગ અલગ જગ્યાએથી જોડાયા હતા. મહારાણી રાધીકારાજે પોતાના વ્યક્તવ્યમાં રાજસ્થાન અને ગુજરાતના હેરીટેજ અંગે જાણકારી આપી હતી. ગુજરાતની વિશેષતા જણાવતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ઘણા હેરીટેજ સ્ટ્રક્ચર આવેલા છે. જેની ખુબ જ સારી રીતે જાળવણી કરવામાં આવી છે. ગુજરાતમાં રોડ કનેક્ટીવીટી, ઇલેક્ટ્રીક સપ્લાય સહિતની અનેક માળખાગત સુવિધાઓ આવેલી છે. પરંતુ ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાને કરાણે ફોરેન ટ્રાવેલર અને લક્ઝુરીયસ ટ્રાવેલર અહિંયા આવતા નથી. તેઓ પ્રવાસ દરમિયાન પોતાના હાથમાં વાઇનનો ગ્લાસ ઇચ્છે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud