•  વડોદરાના ખોડિયારનગર ચાર રસ્તા પાસે આજે સવારે રસ્તા પર હજારોની સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઇ હતી.
  •  દેવીપુજક સમાજના ધાર્મિક કાર્યક્રમમાં શહેર બહારથી પણ લોકો જોડાયા હતા.
  •  IB પણ અજાણ હતી કે વડોદરામાં ધાર્મિક કાર્યક્રમ યોજાઇ રહ્યો છે, જેમાં 3 હજારથી વધુની ભીડ એકઠી થઇ
  • સવારે સાંત વાગે વારસિયા પોલીસના એક મહિલા સબ ઇનેસપેક્ટરને જાણ થઇ અને પોલીસ સ્થળ પર પહોંચી
  • મોટી સંખ્યામાં એકઠા થયેલા સમાજના લોકોને સમજાવતા પોલીસ સાથે ધર્ષણ સર્જાયુ
  • વારસિયા પોલીસે કાર્યક્રમના મુખ્ય આયોજક કાંતિભાઇ વાઘેલા સહીત 57 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

 

વડોદરા. કહેવાય છે કે આપણો દેશ – આપણી સંસ્કૃતિ શ્રદ્ધા પર – આસ્થા પર ટકેલી છે. આસ્થાળુ હોવું એ આવકાર્ય બાબત છે પરંતુ, અંધવિશ્વાસ – અંધશ્રદ્ધા સ્હેજપણ યોગ્ય નથી અને એમાંય કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયમાં જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક વગેરેની કાળજી રાખવી મહત્વની છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો માત્ર શ્રદ્ધાના નામે ટોળે વળે તે સ્હેજપણ સાંખી લેવાય નહીં. આવી અંધશ્રદ્ધાને પગલે અન્ય હજારો શહેરીજનોના જીવ જોખમમાં મુકાયા છે. કારણકે, માતાજીના આહ્વાન માટે ટોળે વળેલાં લોકો જ શક્ય છે કોરોના સંક્રમિત થાય તો અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકવા માટે નિમત્ત બની શકે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. અત્રે નોંધનિય છે કે, કોરોના કાળમાં ધાર્મિક કાર્યક્રમના આયોજન માટે કોઈ જાતની પરવાનગી લેવામાં આવી નહોતી. પોલીસથી માંડી આઈ.બી. સુધીના તંત્ર આ કાર્યક્રમથી સાવ અજાણ રહ્યાં હતાં. આ બાબત પણ ચિંતાજનક ગણી શકાય.

કોરોનાની વૈશ્વિક મહામારીને અટકાવવા સરકાર તમામ જરૂર પગલા લઇ રહીં છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવુ અનિવાર્ય છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી સરકારના જ પ્રતિનીધીઓ સરકારની ગાઇડલાઇન લીરેલીરા ઉડાડતા જોવા મળી રહ્યાં છે. તેવામાં ઇન્ટેલીજન્સ બ્યૂરો પણ આ બાબતથી અજાણ હતી કે વડોદરામાં એક ધાર્મિક કાર્યક્રમ યોજાઇ રહ્યો છે જેમાં હજારોની સંખ્યામાં લોક ટોળા એકઠા થવાના છે.

શહેરના ન્યૂ વી.આઇ.પી રોડ પરના ખોડિયાર નગર ચારરસ્તા પાસે મંગળવારે સવારે એક જગ્યા પર અંદાજીત 3 હજાર લોકો ભેગા થયા હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. જેમાં રસ્તાની બંન્ને બાજુ પર લોકોના ટોળા જામેલા જોવા મળ્યા હતા. અને ટોળાની વચ્ચેથી ગુલાલની છોળો સાથે એક વ્યક્તિ માનવ સાંકળ સાથે પસાર થાય છે. રસ્તા પર એક સાથે એક જગ્યાએ આટલી મોટી સંખ્યામાં લોકો છેલ્લા 6 મહિનામાં કદાચ પહેલી વખત જોવા મળ્યા હશે તેવું અનુમાન છે.

કોરોનાને નાથવા માટે શહેરના વહીવટી તંત્ર દ્વારા 8 મી વખત ડોર ટુ ડોર સરવે કરવામાં આવ્યો છે. કોરોના પોઝીટીવ કેસોમાં ધટાડો જોવા મળી રહ્યો નથી. તેવા સમયે લોકોએ સરકારના નિયમોનું ચુસ્ત પણે પાલન કરીને કોરોનાને અટકાવવાના પ્રયાસોમાં મદદ કરવી જોઇએ. શહેરમાં જ્યાં સુધી માસ્કનો યોગ્ય ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સીંગનો છડેચોક ઉલ્લંઘન કરવામાં આવશે, ત્યાં સુધી જીવલેણ વાયરસ કોરોનાને જીવનદાન મળતું રહેશે.

આ મામલે વારસિયા પોલીસ સ્ટેશનના ઇન્સપકેટર કીરીટ લાઠીયા સાથે વાત કરતી તેઓએ જણાવ્યું હતુ કે, આજે સવારે સાત વાગ્યાના અરસામાં અમારા પોલીસ સ્ટેશનના મહિલા સબ ઇન્સપેકટરને જાણ થઇ કે ખોડિયાનગર પાસે મોટી સંખ્યામાં લોકોનુ ટોળુ એકઠુ થયુ છે, જેથી તાત્કાલીક અમારો સ્ટાફ સ્થલ પર પોહંચ્યો હતો. જ્યાં માતાજીની પધરામણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર બહારથી પણ લોકો આવ્યાં હતા, હજારોની સંખ્યામાં એકઠા થયેલા લોકોને સમજાવવા જતા તેઓ ધર્ષણમાં ઉતરી ગયા હતા. જેથી આ મામલે કાર્યક્રમના મુખ્ય આયોજીક કાંતિભાઇ વાઘેલા સહીત 57 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud