• ભરવાડ-મુસ્લિમો વચ્ચેની જૂથ અથડામણમાં ફાયરિંગ થયું હતું
  • મજૂરો ને છકડામાં બેસાડવા બાબતે રકજક થયાબાદ 8થી 10 જણા આવ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધુ હતું
ફાઇલ તસ્વીર

વડોદરા. શહેરના દુમાડ ચોકડી પાસે 19 ઓક્ટોબરે મજૂરોને ટ્રકમાં બેસાડવા બાબતે થયેલી જૂથ અથડામણ બાદ ફાયરિંગના બનાવમાં પોલીસે ફાયરિંગ કરનાર ગેંગના 4 આરોપીની ધરપકડ કરી છે અને ચારેયના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.

વડોદરા. શહેરના દુમાડ ચોકડી પાસે 19 ઓક્ટોબરના રોજ સવારના સમયે સાવલીના ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા મજૂર ભઠ્ઠામાં પરત જવા માંગતા ન હતા. તે બાબતે છકડામાં બેઠેલા મજૂરો સાથે રકઝક થતા છકડા ચાલક ભરવાડ યુવકોએ દરમિયાનગીરી કરી હતી. જેથી ભરવાડોનો ભઠ્ઠાના માલિક સાથે ઉગ્ર ઝઘડો થયા બાદ મામલો તણાવ ભર્યો થયો હતો. ભરવાડો તથા લઘુમતી કોમનું ટોળું સામસામે આવી ગયા બાદ મારામારી થઇ હતી, જેમાં ઇંટોના ભઠ્ઠાના માલિક ઐયુબઅલીએ ધોળે દિવસે લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એકને ગોળી વાગી હતી. જો કે આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં આવી ગઈ હતી, જેમાં ફાયરિંગ, મારામારી અને દોડધામનાં દૃશ્યો કેદ થઇ ગયાં હતા. પોલીસે સામસામે હત્યાની કોશિશ અને રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો. ઘટનામાં 5 જણને ઇજા થઇ હતી. બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

 ડભોઇ રોડના પારસ સોસાયટીમાં રહેતા વજુભાઈ જોગરાણાએ પોલીસને જણાવ્યું હતું કે, બે માણસો જોડે માથાકૂટ કરતા હતા. ત્યારબાદ મજૂર મહિલા તેમની પાસે આવી રડવા લાગી હતી અને મારા પતિને મારે છે, અમારે જવુ નથી તો પણ પાછા મજૂરી કરવા લઈ જાય છે, તમે છોડાવો તેમ કહેતા તેમણે તેમને છોડાવ્યા હતા, ત્યારબાદ લાલ કલરની કાર અને બાઇકો પર 8થી 10 જણા આવ્યા હતા અને તમે અમારા મજૂરને કેમ ભગાડી દીધા છે તેમ કહીને એક શખ્શે ફાયરિંગ કરતા ગોળી વાગી હતી.

ત્યારે ઐયુબઅલી ઇફાયતઅલી પઠાણે પોલીસને જણાવ્યું હતું કે, રિક્ષાચાલક અને 15થી 20 ભરવાડો ઉભા હતા. તેમણે અમારા મજૂરોને ટ્રકમાં કેમ બેસવા નથી, દેતા તેમ કહેતા ભરવાડો ઉશ્કેરાયા હતા અને ઝઘડો કરી લાકડી અને ધારિયા જેવા હથિયારોથી હુમલો કરતા તેમને ઇજા થઇ હતી. જ્યારે તેમના બે છોકરા અને ભત્રીજાને પણ ઇજા થઇ હતી. ભરવાડોએ હુમલો કરતાં તેમણે રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું.

પોલીસે આ મામલે ઐયુબઅલી કિફાયલઅલી પઠાણ, તેના બે પુત્રો અજમલઅલી ઐયુબઅલી પઠાણ(ઉ24), અલ્તાફઅલી ઐયુબઅલી પઠાણ અને ભાણીયો ગુફરાનખાન મુસ્તાકખાન પઠાણની ધરપકડ કરી છે. અને કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તપાસ દરમિયાન ઘટના સ્થળેથી 5 નંગ કારતૂસ, છકડો રીક્ષા, વાસની લાકડીઓ, દંડા અને પાઇપ મળી આવ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud