• એ 1 હેર એન્ડ બ્યુટી સ્ટુડીયો વડોદરા તથા આસપાસના શહેરોમાં 17 બ્રાન્ચ ધરાવે છે
  • વિશાલ લિંબાચીતા તથા તેના પરિવાર દ્વારા સંચાલિત શોપ પર જીએસટી ડિપાર્ટમેન્ટની કાર્યવાહી 
  • એ 1 હેર એન્ડ બ્યુટી સ્ટુડીયોની કુલ મળીને રૂ. 4.26 કરોડની ટેક્સ ચોરી પકડાઇ

વડોદરા. જાણીતા હેર સલુન અને બ્યુટીપાર્લર A 1 હેર એન્ડ બ્યુટી સ્ટુડીયોની વડોદરા, અમદાવાદ, ભરૂચ ,સુરત અને નડિયાદ ખાતે 17 બ્રાન્ચ આવેલી છે. ચોક્કસ બાતમીના આધારે જીએસટી વિભાગ દ્વારા એ-1 હેર એન્ડ બ્યુટી સ્ટુડીયોની દુકાનો પર સર્ચ હાથ ધર્યું હતું. જેમાં રૂ. 4.26 કરોડની કરચોરી પકડી પાડવામાં આવી હતી.

વડોદરા તથા આસપાસના શહેરોમાં વિશાલ લિંબાચીયા અને તેના પરિવાર દ્વારા એ-1 હેર એન્ડ બ્યુટી સ્ટુડીયોની 17 બ્રાન્ચ ચલાવવામાં આવે છે. તેમના દ્વારા હેર કટીંગ અને બ્યુટી ટ્રીટમેન્ટ સર્વિસીસ આપવામાં આવે છે. સેન્ટ્રલ જીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ, વડોદરા – 1 ના અધિકારીઓ દ્વારા ચોક્કસ બાતમીના આધારે એ-1 હેર એન્ડ બ્યુટી સ્ટુડીયોને ત્યાં સર્ચ કરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન સંચાલકો દ્વારા ગ્રાહકો પાસેથી જીએસટી તથા સર્વિસ ટેક્સ વસુલવામાં આવતો હતો, પરંતુ સરકારમાં પૈસા જમા ન કરાવીને જીએસટી ચોરી કરવામાં આવતી હતી. હિસાબોની સઘન તપાસ બાદ જીએસટી અધિકારીઓને એ-1 હેર એન્ડ બ્યુટી સ્ટુડીયોની રૂ. 4.26 કરોડની ટેક્સ ચોરી પકડાઇ હતી.

ચાલાક સંચાલકો દ્વારા રૂ. 3.25 કરોડની જીએસટી અને રૂ. 1.01 કરોડની સર્વિસ ટેક્સ ચોરી કરવામાં આવી હતી. જો કે જીએસટી ડિપાર્ટમેન્ટની તપાસમાં સંચાલકોની ચોરી ખુલ્લી પડી હતી. જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા રૂ. 1.42 કરોડ રીકવર કરવામાં આવ્યા છે. અને ટેક્સ ચોર સંચાલકો સામે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud