• દીકરીએ અગાઉ પણ એડવોકેટ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
  • લોકો દોડી આવતા પિતા ચાકૂ ફેંકીને ફરાર
  • દીકરીની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે પિતા સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી

વડોદરા.  પ્રતાપનગર વિસ્તારમાં એડવોકેટ પિતાએ ઘર કંકાસમાં પત્ની વિરુદ્ધ વીડિયો શૂટિંગ કર્યો હતો. ત્યારે દીકરીએ પિતાનો વીડિયો ઉતારવા જતા પિતાએ તું મારો વિડીયો કેમ ઉતારે છે તેમ કહી દીકરીના હાથના ભાગે ચાકુ મારી દીધુ હતું. જેથી સમગ્ર મામલો નવાપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચતા દીકરીએ એડવોકેટ પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ શિવાલય ડુપ્લેક્ષમાં રહેતી 21 વર્ષીય યુવતી એમ.એસ.યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગમાં અભ્યાસ કરેછે. તેણીના પિતા પંકજભાઇ જૈન વ્યવસાયે એડવોકેટ છે. પિતા પંકજભાઇ અવારનવાર તેણીની સાથે તેમજ માતા અને ભાઈ સાથે છેલ્લા ઘણા વર્ષોથી અવારનવાર કોઈને કોઈ બાબતે ઝઘડો કરી મારઝુડ કરતા હતા. જેથી યુવતીએ અગાઉ પિતા વિરુદ્ધ નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાં પણ પરિસ્થિતિ સુધરી ન હતી અને પંકજભાઈ ઝગડો કરી હાથ માં જે આવે તે વસ્તુ લઇ મારઝૂડ કરતા હતા.

બુધવારે બપોરે પંકજભાઈ તેમની માતા એટલે કે, યુવતીની દાદી અને ઘરમાં આવતી કામવળી પાસે મમ્મી વિરૂદ્ધ બોલવા માટે દબાણ કરીને વીડિયો શૂટ કરતા હતા. જેથી યુવતીએ પણ તેમનું વીડિયો શૂટીંગ કરતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. અને યુવતીના વાળ પકડીને તું મારો વિડીયો કેમ ઉતારે છે તેમ કહી માર માર્યો હતો અને ફોન આંચકી બહાર કમ્પાઉન્ડમાં ફેંકી દીધો હતો. જેથી યુવતી કમ્પાઉન્ડમાં જઇ ફોન લેવા ગઇ હતી ત્યારે પંકજભાઈ પાછળથી ચાકુ તેણીના હાથ નીચે મારી દીધું હતું.

આ બનાવના પગલે આસપાસના લોકો દોડી આવતા પંકજભાઈ ચાકુ ફેંકીને નાસી છૂટ્યા હતા. ઇજાગ્રત યુવતી ભાઈ તેમજ માતા દ્વારા સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સર્વરમાંથી રજા આપ્યા બાદ દીકરીએ પિતા પંકજ જાની સામે નવાપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નવાપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપી પિતાની શોધખોળ હાથ ધરી છે.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud