વડોદરા. દર વર્ષે વડોદરા એરપોર્ટ પર કાર્યરત તમામ એજન્સીઓનું સંકલન સાધતી મોકડ્રીલનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં ઇમરજન્સીની સ્થિતીમાં પહોંચી વળવા માટે એરપોર્ટ પર ફરજ બજાવતી તમામ એજન્સીઓ જોડાય છે. અને પોતાની તૈયારી બતાવે છે. બુધવારે વડોદરા એરપોર્ટ પર એક વિશેષ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
મધ્યગુજરાતમાં વડોદરામાં એકમાત્ર એરપોર્ટ હોવાને કારણે તેનું અલગ મહત્વ છે. વડોદરાથી દેશના અનેક ખુણાને જોડતી ફ્લાઇટ સેવાઓ ચાલું છે. એરપોર્ટ પર ઇમરન્સી પ્રિપેર્ડનેસ એટલેકે આપાતકાલીન સ્થિતીને પહોંચી વળવા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા એરપોર્ટ ઓથોરીટી, સીઆઇએસએફ, સ્થાનિક પોલીસ સહિતના વિભાગોના લોકો જોડાયા હતા. મોકડ્રીલ દરમિયાન વડોદરા એરપોર્ટ પર દિલધડક દ્રશ્યો સર્જાયા હતા.
મોકડ્ર્રીલમાં તમામ વિભાગો દ્વારા સુચારૂ સંકલન સાધીને સ્થિતી ગણતરીના સમયમાં થાળે પડી હતી. સમગ્ર મોકડ્રીલ દરમિયાન અનેક વિભાગોના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.