• ગત તા. 14 ઓકટોબરના રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં અઝરૂદ્દિના ઉર્ફે અજ્જુ કાણીયાની સુનિલ ઉર્ફે સાહિલે હત્યા કરી નાખી  
  • અજ્જુ હત્યા કેસ મામલે પોલીસે ત્રણ શખ્સો વિરૂધ ગુનો નોંધ્યો હતો
  • અજ્જુની હત્યા કરનાર સુનિલ ઉર્ફે સાહિલનો પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવી પુછપરછ હાથ ધરી
અજ્જુ કાણીયાની હત્યા કરનાર સુનિલ ઉર્ફે સાહિલ પરમાર (એક્સલ્યુઝીવ તસ્વીર)

વડોદરા. જેલ કોઇ પણ હોય અત્યાર સુધીની તેની તાસીર રહીં છે કે, માથાભારે કેદી જ્યારે જેલમાં એન્ટ્રી કરે એટલે તે પહેલા તો પોતાનુ વર્ચસ્વ કંઇ રીતે ઉભુ કરવુ તે ફીરાકમાં જ હોય છે. જેથી આવા કેદીઓ અન્ય કેદીઓને પોતાના તાબા હેઠળ કરવા માટે અનેક પ્રયાસો કરતા હોય છે. કેટલાક કેદીઓ બીક અને અન્ય કારણોસર તાબા હેઠળ થઇ પણ જતા હોય છે, પરંતુ ક્યારે ક કેટલાક નથી પણ થતા. અજ્જુ કાણીયા હત્યા કેસમાં પણ આજ પ્રકારનુ ચિત્ર અત્યાર સુધીની પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે.

અજ્જુની જેલ એન્ટ્રી થઇ ત્યાર પછી સુનિલ ઉર્ફે સાહિલ મુકેશ પરમાર તેની જ બેરેકમાં હતો. સાહિલ વર્ષ 2018માં હત્યાના ગુનામાં જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો છે. અજ્જુ અને સાહીલ વચ્ચે ઘટનાના બે દિવસ અગાઉ ઉગ્ર બોલાચાલી અને ગાળા-ગાળી થઇ હતી. આ સમયે બન્ને છુટ્ટા પડી ગયા હતા. જેથી અન્ય કેદીઓ માની બેઠા હતા કે, મામલો ઠાળે પડી ગયો, પરંતુ એવુ બન્યુ નહી. આ વખતે વારંવાર થતી માથાકુટનો અંત લાવવનુ સાહિલે નક્કી કરી લીધુ હતુ.

તેવામાં ગત તા. 14 ઓકટોબરના રોજ અજ્જુ કાણીયાએ સાહિલને ફરી એક વખત ગાળો આપી હતી. જેથી સાહિલનો પિત્તો છટકતા તેને પોતાની પાસેનુ પતરૂ અજ્જુના ગળા પર ફેરવી દીધુ હોવાનુ તેને પોલીસની અત્યાર સુધીની પુછપરછમા જણાવ્યું હતુ. અજ્જુ અને સાહિલને છોડાવવા માટે વચ્ચે પડેલા મોહસીન પઠાણને પણ ઇજા પહોંચી હતી. સેન્ટ્રલ જેલમાં ખૂની ખેલાયો હોય તેવી આ બીજી ઘટના છે. અગાઉ વર્ષ 2005 માં અમદાવાદ સેન્ટ્રલ જેલમાં સચિન બેટરીની હત્યા કરાઇ હતી. ત્યારબાદ વડોદરા સેન્ટ્રલ જેલમાં અજ્જુ કાણીયાનુ ઢીમ ઢાળી દેવાયુ છે.

આ ગુનામાં પોલીસે ભરૂચ ડબલ મર્ડર કેસના આરોપી મોહસીન પઠાણને ફરીયાદી બનાવ્યો છે. જેમાં મોહસીને સાહિલ, અમદાવાદના કિરણ ઉર્ફે બોડિયા અને આફતાબ ઉર્ફે શીવા સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે. જેથી પોલીસે આ ગુનાના મુખ્ય આરોપી સુનિલ ઉર્ફે સાહિલનો કબજો મેળવવા કોર્ટમાં રિપોર્ટ રજૂ કરી ટ્રાન્સફર વોર્ન્ટ મારફતે તેની કસ્ટડી મેળવી વધુ પુછપરછ હાથ ધરી છે. જ્યારે અન્ય બે આરોપીઓ અમદાવાદના હોવાથી તેમની પણ અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !