• આજવા સરોવર માંથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી પૂરૂ પાડે છે, તેથી તેને વડોદરાની જીવાદોરી તરીકે ઓળખવામાં આવે છે
  • ચાલુ વર્ષે વડોદરા તથા ઉપરવાસમાં સતત વરસાદને કારણે શુક્રવારે આજવા સરોવર આઠમી વખત ઓવર ફ્લો થયું
  • આજવા સરોવર ઓવર ફ્લો થાય તો પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવું પડે તેવી સ્થિતીનું સર્જન થાય

વડોદરા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી પુરૂ પાડતુ આજવા સરોરવ શુક્રવારે વરસાદની સીઝનમાં 8 મી વખત ઓવર ફલો થયો હતો. ચાલુ વર્ષે વડોદરા અને ઉપરવાસના વિસ્તારોમાં ભારે મેઘ મહેરના કારણે આજવા સરોવર ઓવર ફ્લો થવાની ઘટનાનું 8 વખત પુનરાવર્તન થયું હતું.

વડોદરામાં શહેરીજનોને આજવા સરોવર અને મહિસાગર નદી એમ બે મુખ્ય બે જળ સ્ત્રોતથી પાણી મળી રહેે છે. ચાલુ વર્ષે આજવા સરોવર ડેમ શુક્રવારે 8 મી વખત ઓવર ફ્લો થયો હતો. આજવા સરોવર ડેમમાં પાણી ઓવર ફ્લો થયા બાદ તેના દરવાજા ખોલી નાંખવામાં આવે છે. અને વધારાનું પાણી વિશ્વામિત્રીમાં આવી પહોંચે છે. અગાઉ ડેમ ઓવર ફ્લો થવાની ઘટનામાં બે થી વધુ વખત વિશ્વામિત્રી નદી ભય જનક સપાટી સુધી પહોંચવા નજીક આવી ગઇ હતી. અને સમગ્ર તંત્રને એલર્ટ પર મુકી દેવામાં આવ્યું હતું. પાલીકા તંત્રના સિનીયર અધિકારી અમૃત મકવાણાએ આજવા સરોવર 8 મી વખત ઓવર ફ્લો થયુ હોવાની વાતને સમર્થન આપ્યું હતું. પાલીકાની વેબસાઇટ પર વોટર લેવલ સ્ટેટેસ્ટીક્સના સાંજે 6વાગ્યાની ઉપલબ્ધ આંકડાકીય માહિતી પ્રમાણે આજવા સરોવરની સપાટી 212. 65 ફુટ હતી. અને વિશ્વામિત્રી નદીની સપાટી 9 ફુટ હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud