• એલાઇવ્ઝ જીમના કૈલાશ જાધવે પાર્ટનર ડો. દેવાંગ શાહ સાથે રૂ. 3 કરોડની ઠગાઇ કરતા પોલીસ ફરિયાદ થઇ હતી
  • પોલીસે હાજર થવા માટે નોટીસ ફટકારતા ઠગ કૈલાશ જાધવ તેના નિવાસ સ્થાનેથી ફરાર થયો હતો, કૈલાશ છેલ્લા 2 મહિનાથી ફરાર છે
  • અગાઉ વડોદરાની સેશન્સ કોર્ટે કૈલાશ જાધવના જામીન ફગાવ્યા હતા
  • મંગળવારે કૈલાશ જાધવને કૌભાંડમાં મદદ કરનાર એકાઉન્ટન્ટ સંજય હલીયલની રેગ્યુલર જામીન અરજી નકારી દીધી

વડોદરા. એલાઇવ્ઝ જીમના પાર્ટનર ડો. દેવાંગ શાહ સાથે રૂ. 3 કરોડની ઠગાઇ મામલે છેલ્લા બે મહિનાથી ફરાર છે. મંગળવારે એલાઇવ્ઝ જીમના એકાઉન્ટન્ટ અને કૌભાંડમાં ઠગ કૈલાશ જાધને મદદ કરનાર સંજય હલીયલની રેગ્યુલર જામીન અરજી પર સુનવણી દરમિયાન જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી.

એક સમયે શહેરના હાઇપ્રોફાઇલ લોકો માટે માટે રેસકોર્ષ સ્થિત એલાઇવ્ઝ જીમ ખુબ જ પ્રચલીત હતું. એલાઇવ્ઝ જીમમાં જાણીતા ડો.દેવાંગ શાહ અને કૈલાશ જાધવ પાર્ટનર હતા. જીમની શરૂઆતમાં પોતાનું રોકાણ કૈલાશ જાઘવે, અનેક કારણો આગળધરીને ડો. દેવાંગ શાહ પાસે ભરાવડાવ્યા હતા. ત્યારથી લઇને જાન્યુઆરી -2020 સુધી કૈલાશ જાધવ, ડોક્ટર દેવાંગ શાહને જીમની આર્થિક વિગતો જણાવવા માટે ગોળ ગોળ ફેરવતો હતો.

આખરે ડો. દેવાંગ શાહે જીમના એકાઉન્ટબુકની ઓડિટ કરાવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આખરે ડો. દેવાંગ શાહે ઠગ કૈલાશ જાધવ વિરૂદ્ધ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ હાજર થવાની નોટીસ મળતા જ કૈલાશ જાધવ તેના નિવાસ સ્થાનેથી ફરાર થયો હતો. છેલ્લા 2 મહિનાથી ઠગ કૈલાશ જાધવ શહેર ક્રાઇમ બ્રાન્ચની ધરપકડથી દુર છે. દરમિયાન વડોદરાની સેશન્સ કોર્ટે કૈલાશ જાધવના જામીન ફગાવી દીધા હતા.

કૈલાશ જાધવને ઠગાઇમાં મદદ કરનાર એકાઉન્ટન્ટ સંજય હલીયલની પોલીસ ફરિયાદ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ સંજય હલીયલની વડોદરા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. મંગળવારે સંજય હલીયલની રેગ્યુલર જામીન અરજી પર સુનવણી ચાલી હતી. સુનવણી દરમિયાન ફરિયાદી ડો.દેવાંગ શાહ તર્ફે સીનીયર એડવોકેટ જે. એમ. પંચાલની સાથે એડવોકેટ આશિષ ડગલી અને એડવોકેટ હિતેશ ગુપ્તાની રજૂઆતો તથા ગુન્હાની ગંભીરતા હાઇકોર્ટે દ્વારા ધ્યાનમાં લઈ તપાસ ચાલુ હોવાથી રેગ્યુલર જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી. એટલે રેગ્યુલર જામીન અરજી પાછી ખેંચવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud