જીમમાં રોકાણ બાદથી કૈલાશ જાધવ ડોક્ટરને હિસાબ આપવા માટે ગોળ ગોળ ફેરવતો હતો
કરોડો રૂપિયાની ઠગાઇ કરવા મામલે કૈલાશ જાધવ સામે શહેર ક્રાઇમ બ્રાન્ચમાં 1 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ નોંધાઇ હતી
કૈલાશ જાધવની જામીન અરજીની સુનવણી દરમિયાન મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇની દલીલ તથા ફરિયાદી ડો.દેવાંગ શાહ તરફે એડવોકેટ હિતેષ ગુપ્તા દ્વારા દલીલ કરવામાં આવી હતી
સેશન્સ કોર્ટે કૈલાશ જાધવની જામીન અરજી ફગાવી
લીગલ એક્સપર્ટના મતે હવે કૈલાશ જાઘવ પોતાની આગોતરા જામીન અરજી હાઇકોર્ટમાં કરી શકે છે અથવા પોલીસ સમક્ષ હાજર થઈ શકે છે.
વડોદરા. એલાઇવ્ઝ જીમના પાર્ટનર ડો. દેવાંગ શાહ સાથે કરોડો રૂપિયાની ઠગાઇ કરવા મામલે કૈલાશ જાધવ સામે શહેર ક્રાઇમ બ્રાન્ચમાં 1 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારથી ઠગ કૈલાશ જાધવ પોલીસની પહોંચથી દુર છે. દરમિયાન કૈલાશ જાઘવે પોતાની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટમાં મુકી હતી. સોમવારે મુખ્ય સરકારી વકીલ અને ફરિયાદીના વકીલની દલીલો સાંભળ્યા બાદ જજે કૈલાશ જાધવના આગોતરા જામીન ફગાવ્યા હતા.
એલાઇવ્ઝ જીમ ડો. દેવાંગ શાહ અને કૈલાશ જાધવ દ્વારા પાર્ટનરશીપમાં શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ જીમમાં રોકાણ ડો. દેવાંગ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. કૈલાશ જાધવ શરૂઆતથી જ ડોક્ટરને પોતાના ભાગના પૈસા આપવા માટે ગોળ ગોળ ફેરવતો હતો. કૈલાશના એક પછી એક જુઠથી કંટાળીને ડોક્ટર દેવાંગ શાહે એકાઉન્ટનું ઓડીટ કરાવ્યું હતું. જેમાં કૈલાશ દ્વારા આચરવામાં આવેલા કૌભાંડનો પર્દાફાસ થયો હતો.
કૈલાશે બાંહેધરી લેખ લખી આપીને રુ.3 કરોડના ચેકો આપ્યા પણ ચેકની તારીખના થોડા દિવસો પહેલા જ તેણે ચેકની ચુકવણી અટકાવી પાછળથી સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું હતું. પોતાની મહેનતની રકમ પરત માંગતા કૈલાશે ડોક્ટરને આડકતરી રીતે સંદેશા પહોંચાડવાનું શરૂ કરી દીધું હતું. આખરે ડોક્ટર દેવાંગ શાહે કરોડો રુપિયાની ઠગાઇ મામલે કૈલાશ જાધવ સામે શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ બાદથી ઠગ કૈલાશ જાધવ પોલીસની ધરપકડથી બહાર છે. દરમિયાન કૈલાશ જાધવે વડોદરાની સેશન્સ કોર્ટમાં આગોતર જામીન અરજી મુકી હતી. સોમવારે જામીન અરજીની સુનવણી દરમિયાન મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇની દલીલ તથા ફરિયાદી ડો.દેવાંગ શાહ તરફે એડવોકેટ હિતેષ ગુપ્તા દ્વારા દલીલ કરવામાં આવી હતી. દલીલ સાંભળ્યા બાદ ન્યાયાધીશે કૈલાશ જાધવના આગોતરા જામીન ફગાવી દીધા હતા.

- જીમમાં રોકાણ બાદથી કૈલાશ જાધવ ડોક્ટરને હિસાબ આપવા માટે ગોળ ગોળ ફેરવતો હતો
- કરોડો રૂપિયાની ઠગાઇ કરવા મામલે કૈલાશ જાધવ સામે શહેર ક્રાઇમ બ્રાન્ચમાં 1 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ નોંધાઇ હતી
- કૈલાશ જાધવની જામીન અરજીની સુનવણી દરમિયાન મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇની દલીલ તથા ફરિયાદી ડો.દેવાંગ શાહ તરફે એડવોકેટ હિતેષ ગુપ્તા દ્વારા દલીલ કરવામાં આવી હતી
- સેશન્સ કોર્ટે કૈલાશ જાધવની જામીન અરજી ફગાવી
- લીગલ એક્સપર્ટના મતે હવે કૈલાશ જાઘવ પોતાની આગોતરા જામીન અરજી હાઇકોર્ટમાં કરી શકે છે અથવા પોલીસ સમક્ષ હાજર થઈ શકે છે.