પ્રજાના પૈસે ચાલતી પશુ હેલ્પલાઇન પર કર્મીઓનો ગોળ ગોળ જવાબ
સરકારની સેવા ન મળતા સારવાર અર્થે ખાનગી સેવાઓ આગળ આવી
પશુ હેલ્પલાઇન સામે મસમોટા દાવાની સામે જમીની હકીકત કંઇ અલગ જ છે
વડોદરા. સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારની અસંવેદનશીલ પશુ હેલ્પલાઇન હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. રાવપુરા વિસ્તારમાં રાવપુરા પોલીસ સ્ટેશન પાસે મંગળવારની સાંજે લગભગ પોણા છ વાગ્યે એક દર્દનાક બનાવ બન્યો હતો. જેમાં એક બિલાડી પર એક પુરઝડપે આવતી કારનાં પૈડાં ફરી વળ્યાં હતા.આસપાસના લોકોએ ગાડી થોભાવી દીધી હોવાને કારણે બિલાડી બચી ગઇ હતી. પરંતુ અકસ્માતમાં બિલાડીનાં પાછળનાં બંને પગમાં ગંભીર ઇજા થતાં તે કામ કરતાં બંધ થઇ ગયાં. આ બનાવ તેનાં એકમાત્ર નાનાં બચ્ચાં સાથે બન્યો હતો.
દરમિયાન આસપાસના લોકો દ્વારા ઘાયલ બિલાડીના સારવાર માટે સૌથી પહેલો ફોન રાજ્ય સરકારની પશુ હેલ્પલાઇન 1962 પર કર્યો હતો. જ્યાંથી જવાબ મળ્યો કે, થોડી વારમાં એમ્બ્યુલન્સ પહોંચે છે. પરંતુ 15 મિનિટ સુધી એમ્બ્યુલન્સ આવી ન હતી. એમ્બ્યુલન્સ ન આવતા ફરીથી ફોન કર્યો ત્યારે જવાબ મળ્યો કે, તમારા કરતાં પહેલાંનાં ઘણાં ઇમરજન્સી કોલ છે એટલે તે પતશે ત્યારે આવશે.
સાંજે 6 વાગ્યાથી લઇ 7:30 વાગ્યા સુધી હેલ્પલાઇન નંબર પર લગભગ 13 કોલ કર્યા હતા. આ દરમિયાન રાજ્ય સરકારની આ હેલ્પલાઇન પર ગોળ ગોળ જવાબ મળતાં રહ્યા અને કોઇ એમ્બ્યુલન્સ પહોંચી જ ન હતી. અને દોઢ કલાક સુધી ઇજાગ્રસ્ત બિલાડી તેનાં બચ્ચાં સામે જ દર્દથી કણસતી પડી રહી. છેવટે એક ખાનગી સંસ્થાને જાણ કરતાં સંસ્થાનાં કેટલાંક યુવાનોએ આવીને બિલાડીને પ્રાથમિક સારવાર આપી અને બાદમાં અમે આ બિલાડીને પોતાની કારમાં લઇ જઇ સારવાર માટે વી કેર સંસ્થામાં છોડી આવ્યાં હતા. હાલ જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાક્રમમાં પશુ હેલ્પલાઇનમાં ચાલતી પોલ ખુલ્લી પડી હતી.