વડોદરા. જીએસએફસી ગેટ પાસે એક બાળક સાથે છોકરી જોવા મળી હતી. છોકરી કોઇ ગૂંચવણમાં હોવાની વાત એનજીઓના વોલંટીયરના ધ્યાને આવતા તેણે છોકરીની પુછપરછ કરી હતી. છોકરીએ પોતે આસામની હોવાનું જણાવ્યું હતું. વોલંટીયરે સમગ્ર મામલા અંગે અભયમ તથા છાણી પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ યુવતીને એસએસજી હોસ્પિટલ ખાતે આવેલા સખી સેન્ટરમાં તબિબિ દેખરેખ હેઠળ મોકલી આપવામાં આવી હતી.
છોકરીએ એનજીઓના વોલંટીયર સાથે વડોદરા પહોંચાવા સુધીની વાત વર્ણવી હતી. યુવતિએ પોતાનું નામ પિંકી હોવાનું જણાવ્યું હતું. તે આસામની રહેવાસી છે અને છેલ્લે તે પોતાના ત્રણ બાળકો સાથે હોવાનું અને જ્યારે તે હોશમાં આવી ત્યારે વડોદરા રેલવે સ્ટેશન પર પોતાના એક બાળક સાથે પહોંચી હોવાનું યાદ છે. આનાથી વિશેષ તેની સાથે કે તેના બાકીના બે બાળકો સાથે શું થયું તે અંગે તેને કશું યાદ નથી. અજાણ્યા શહેરમાં યુવતિ અને તેનું એક બાળક મુંઝવણ સાથે ફરી રહ્યા હતા. દરમિયાન એક એનજીઓના વોલંટીયરની નજર તેના પર પડી હતી.
વોલંટીયર દ્વારા આ રીતે યુવતિ વડોદરા આવી પહોંચી હોવાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. ત્યાર બાદ યુવતિને તબિબિ દેખરેખ માટે એસએસજી હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી દેવામાં આવી હતી. પિંકીને તે આસામથી આવતી હોવાની સાથે એક માત્ર મોબાઇલ નંબર યાદ હતો. વોલેન્ટીયર દ્વારા એ મોબાઇલ નંબર પર સંપર્ક કરવામાં આવતા તે યુવતીના પતિ તૂફાન સાથે કામ કરનાર મિત્ર સલીમનો હોવાનું બહાર આવ્યું હતું. સલીમે પિન્કી અને તૂફાનની વાતચીત કારવાવતા તે તેણીને છેલ્લા 20 દિવસથી સ્થાનિક વિસ્તારમાં શોધી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ એનજીઓ દ્વારા આસામ પોલીસનો સંપર્ક કરાયો હતો. જેથી આસામ પોલીસ સાથે પરામર્શ બાદ આસામ પોલીસની ટીમ યુવતિનો કબ્જો મેળવવા માટે વડોદરા આવી પહોંચી છે. યુવતિ હાલ એસએસજી હોસ્પિટલના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે તબિબિ દેખરેખમાં સારવાર લઇ રહી છે. અને તે ચાર માસની સગર્ભા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ યુવતી આવતીકાલે આસામ પોલીસને સોંપવામાં આવશે, ત્યાર બાદ ત્યાંની પોલીસ તેના બાકીના બે બાળકો સાથે શું થયું તે અંગે તપાસ કરશે