અનલોકમાં તહેવારોના સમયમાં ફરી એકવાર અછોડા તોડ ગેંગ સક્રિય
પતિ સાથે ટુ-વ્હીલર પર જતી વૃદ્ધાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તોડીને અછોડા તોડ ફરાર
બે શખ્સો મહિલાનું મંગળસૂત્ર તોડીને સોમા તળાવ તરફ બાઇક પર ભાગ્યા
વડોદરા. કોરોનની વૈશ્વિક મહામારીના કારણે લાંબા સમય સુધી લોકડાઉન બાદ અનલોક ચાલી રહ્યું છે. અને બધું પહેલા ની જેમ ધીરે ધીરે સામાન્ય થવા લાગ્યું છે. બીજી તરફ તહેવારના કારણે પણ લોકોમાં શોપિંગનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ઘરની બહાર નિકળતા અછોડા તોડ ગેંગ ફરી સક્રિય થઇ છે. શહેરના વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર પતિ સાથે ટુ-વ્હીલર પર જઇ રહેલી વૃદ્ધાના ગળામાંથી 40 હજારની કિંમતનું સોનાનું મંગળસૂત્ર તોડીને 2 અછોડા તોડ બાઇક પર ફરાર થઇ ગયા હતા. જેને પગલે પાણીગેટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના તરસાલી રોડ પર આવેલી અશોક વાટિકા સોસાયટીમાં રહેતા 60 વર્ષીય રમીલાબેન સોલંકી સંબંધીના ઘરેથી પરત પોતાના ઘરે જઇ રહ્યા હતા. ત્યારે રાત્રે 10 વાગ્યાની આસપાસ સોમા તળાવ ખાતે ભારત પેટ્રોલ પંપ નજીકથી પસાર થતા હતા. તે વખતે અચાનક બાઇક સવાર બે શખ્સો તેમની નજીક ધસી આવ્યા હતા અને ચાલુ વાહને બાઇક પર પાછળ બેસેલા શખ્સે વૃદ્ધાના ગળામાં હાથ નાખીને સોનાનું મંગળસૂત્ર આંચકી લીધુ હતુ. અને સોમા તળાવ ચાર રસ્તા તરફ નાસી છૂટ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પાણીગેટ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને રમીલાબેનની ફરિયાદના આધારે બે અજાણ્યા બાઇક સવાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અનલોકમાં લોકો ફરી થી પહેલાની જેમ નોર્મલ જીવન તરફ વળી રહ્યા છે. ત્યારે તેની સામે ઘણી ખરી ગુનાખોરી શરૂ થતી જોવા મળી છે.
- અનલોકમાં તહેવારોના સમયમાં ફરી એકવાર અછોડા તોડ ગેંગ સક્રિય
- પતિ સાથે ટુ-વ્હીલર પર જતી વૃદ્ધાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તોડીને અછોડા તોડ ફરાર
- બે શખ્સો મહિલાનું મંગળસૂત્ર તોડીને સોમા તળાવ તરફ બાઇક પર ભાગ્યા