•  ધારાસભ્ય પોતાની હનુમાનજીની ભક્તિને લઇને આગવી ઓળખ ધરાવે છે
  • કોરોના પોઝીટીવ આવ્યા બાદ રિકવર થયેલા ધારાસભ્ય પોતાની માનતા ધરાવતા હનુમાનજીના મંદિરે ગયા હોવાનો વિડીયો વાઇરલ થયો
  • મધુ શ્રીવાસ્તવ ઢોલ-મંજીરાના નાદે ચાલતા ભજનમાં તલ્લીન થયા
  • ધારાસભ્ય બહુમુખી પ્રતિભા ધરાવે છે. એક લોકપ્રિય નેતા હોવાની સાથે તેઓ ગુજરાતી ફિલ્મોમાં અભીનય કરે છે અને અનેક વખત વિવાદોમાં સપડાયેલા છે.

વડોદરા. દબંગ ઘારાસભ્ય તરીકેની ઓળખ ધરાવતા મધુ શ્રીવાસ્તવ તાજેતરમાં કોરોનામાં સપડાયા હતા. અને તેમણે પોતાના સમર્થકો માટે એક વિડીયો જાહેર કરી તેમના સ્વાસ્થ્ય અંગેની જાણકારી આપી હતી. કોરોના મુક્ત થયા બાદ મધુ શ્રીવાસ્તવ હનુમાનજીની ભક્તિમાં તલ્લીન થયા હોય તેવો વિડીયો વાઇરલ થયો હતો. મધુ શ્રીવાસ્તવ હનુમાનજીના પરમ ભક્ત છે. પરંતુ ભક્તિમાં તલ્લીન થયેલા ધારાસભ્ય સરકારની કોરોના અંગેની ગાઇડલાઇનો ભંગ કરતા વિડીઓમાં નજરે પડી રહ્યાં છે.

વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છેલ્લા લાંબા સમયથી વાઘોડિયા ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં નેતૃત્વ કરી રહ્યા છે. તાજેતરમાં તેમને કોરોના પોઝીટીવ આવતા તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સારવાર દરમિયાન તેમનો એક વિડીયો સંદેશ વાઇરલ થયો હતો. જેમાં તેમણે સમર્થકોને જણાવ્યું હતું કે, સ્વસ્થ છે અને કોરોનાથી ડરવાની કોઇ જરૂર નથી, કોરોના જેવુ કશુ છે જ નહી. તેમનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ ધારાસભ્ય તેમના પ્રિય હનુમાનજીના મંદીરે પ્રભુ ભક્તિમાં તલ્લીન થયા હોવાનો એક વિડીયો રવિવારે સવારે વાઇરલ થયો હતો.

મધુ શ્રીવાસ્તવ હનુમાનજીમાં અતુટ શ્રદ્ધા ધરાવે છે અને તેમના દ્વારા મહાદેવ તળાવમાં હનુમાનજીની વિશાળકાય પ્રતિમા બેસાડવા માટેની કામગીરી પણ ચાલી રહીં છે. વાઇરલ વિડીયોમાં મધુ શ્રીવાસ્તવની આસપાસ ઢોલ- મંજીરાના નાદ સાથે ભજન ચાલી રહ્યું છે. દરમિયાન પ્રભુ ભક્તિમાં તલ્લીન મધુ શ્રીવાસ્તવ અલગ અલગ મુદ્રાઓ સાથે પ્રભુને નમન અર્પણ કરી રહ્યા છે. વાઇરલ વિડીયોમાં થોડાક સમય બાદ અન્ય ભક્ત ઢોલ લઇને આવે છે. અને મધુ શ્રીવાસ્તવ ઢોલના નાદ સાથે ભક્તિમાં વધુ તલ્લીન થાય છે. તેમની સાથે આસપાસના લોકો પણ તેમની સાથે હનુમાનજીની ભક્તિમાં તલ્લીન થવા ઉતાવળીયા થયા હોવાનું વિડીયોમાં જોઇ શકાય છે.

તાજેતરમાં કોરોના પોઝીટીવ આવ્યા બાદ રિકવર થયેલા મધુ શ્રીવાસ્તવ મહામારીને નાથવા માટે જરૂરી સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્ક પહેર્યુ ન હોવાનું વિડીયોમાં ધ્યાને આવ્યું હતું. એક નેતા તરીકે જ્યારે તેઓ લોકો વચ્ચે જઇ રહ્યા હોત ત્યારે તેમણે કોરોનાને નાથવા માટેના પગલા અનુસરવા જોઇએ. નેતાઓને જોઇને લોકો તેમના અનુસરતા હોય છે. જો મધુ શ્રીવાસ્તવે સોશિયલ ડિસ્ટન્સીંગ અને મોંઢે માસ્ક સાથે પ્રભુ ભક્તિમાં તલ્લીન થવાના પ્રયાસો કર્યા હોત તો કદાચ હનુમાનજીને પણ એ પસંદ આવ્યા હોત.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud