• તમે જાહેરમાં બીડી પીવો છો આ પોલીસમાં મોટા સાહેબ છે જેથી તમારે દંડ ભરવો પડશે તેમ કહી ખિસ્સામાથી રૂ,5000 કાઢી લીધા
  • પૈસા પરત જોતા હોય તો કાલે સયાજીગંજ પોલીસ સ્ટેશન આવજે તેમ કહેતા ભાંડો ફૂટ્યો
  • બીજા દિવસે એસટીડેપોના સિક્યુરિટી સ્ટાફે ડેપો પર વોચ ગોઠવી બંને નકલી પોલીસ અને સિક્યુરિટીને પકડી પાડ્યા
  • બંનેને સયાજીગંજ પોલીસમાં સોંપવામાં આવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વડોદરા . સોમવારે સવારે માતાનું બારમું કરવા જંબુસર જઇ રહેલ શ્રમજીવી વડોદરા સ્ટેશન પર પહોંચ્યો હતો. એસટીડેપો પર બીજી બસની રાહ જોય રહેલ શ્રમજીવી પ્લેટફોર્મ ઉપર બીડી પીતો હતો ત્યારે બે નકલી પોલીસ તેમની પાસે આવી પોલીસની ઓળખ આપી રૂ,5000 લઇ નાસી ગઈ હતી. શ્રમજીવીએ બીજા દિવસે ઘટનાની જાણ એસટીડેપોના સિક્યુરિટી ઇન્ચાર્જને કરતા એસટીડેપો પર વોચ ગોઠવી બંને નકલી પોલીસને પકડી પાડી પોલીસને સોંપતા પોલીસે કયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જંબુસર નજીકના વેળજ ગામમાં રહેતા સોમાભાઈ કાળાભાઇ માળી મજૂરી કામ કરે છે. થોડા દિવસ પહેલા તેમના મમ્મીનું જંબુસર ખાતેઆવસાન થયું હતું. જેથી તેઓ કેશોદથી જંબુસર આવ્યા હતા. થોડા દિવસ ઘરે રહ્યાબાદ મુજરી કામ કરવા પરત તેઓ કેશોદ ગયાં હતાં. ત્યારબાદ માતાનું બારમું હોવાથી તા. 12 ઓક્ટોબરના રોજ કેશોદથી પરત ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે વહેલી સવારે 5.30 વાગ્યે વડોદરા સેન્ટ્રલ એસ ટી ડેપો ઉપર ઉતર્યા હતા. અને પ્લેટફોર્મ 17 ઉપર બીડી પિતા હતા.

દરમિયાન બે શખ્સો પોલીસ અને સિક્યુરિટીના ડ્રેસમાં તેમની પાસે આવ્યા હતા. અને તમે જાહેરમાં બીડી પીવો છો તો આ પોલીસમાં મોટા સાહેબ છે, તેમને તમારે દંડ ભરવો પડશે તેમ કહી રૂ,5000 દંડ ભરવા કરી મારા ખિસ્સાની તપાસ કરી હતી. અને મારા ખિસ્સામાં રહેલા મજૂરીના રૂ,5000 લઇ લીધા હતા. ત્યરબાદ તે બંને એ ત્યાંથી જતા જતા તારા રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. તારે પરત જોતા હોય તો કાલે સવારે સયાજીગંજ પોલીસ સ્ટેશન આવજે. પરંતુ એક તરફ માતાનું બારમું હોવાથી તેઓ જંબુસર જતા રહ્યા હતા. અને માતાનું બેસણું પતાવી મંગળવારે રૂપિયા પરત લેવા માટે સયાજીગંજ પોલીસ સ્ટેશન ગયા હતા. તે પહેલા તેઓ એસટી ડેપો પર પહોંચ્યા હતા અને ત્યાંના સિક્યુરિટી નસરીનબેન હુએં આલમ પઠાણને તેને સાથે બનેલ બનાવની જાણ કરી હતી. ત્યારે નસરીને અહીંયા કોઈ પોલીસવાળા દંડ વસુલ કરવા માટે આવતા નથી.

ત્યારબાદ તેઓ નસરીન સાથે એસટીડેપોના ઇન્ચાર્જ જગદીશ પટેલ પાસે પહોચ્યા હતા અને બનાવ અંગેની વાત જણાવી હતી.ત્યારબાદ તેઓ એસટીડેપોના સિક્યુરિટી સાથે મળી ડેપો ઉપર પોલીસની ખોટી ઓળખ આપનાર બંને શખ્સોની સવારે 9 વાગ્યે શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન પ્લેટફોર્મ નંબર 5 ઉપર તે બે પૈકી એક શખ્સ જોવા મળ્યો હતો. જેથી તમામ સિક્યુરિટીએ તેને કોર્ડન કરી પુછપરછ હાથ ધરી હતી. ત્યારે નકલી પોલીસે પોતાનું દર્શન ભરત ઓડ (રહે, મકરપુરા) જણાવ્યું હતું. તેમજ બીજા શખ્સની પુછપરછ કરતા એસટી ડેપોમાં વાલજી દેવા વણકર તરીકે સિક્યુરિટીમાં કરતો હોવાનું બહાર આવ્યું હતું. જેથી તે બંનેને પકડી સયાજીગંજ પોલીસને સોંપવામાં આવ્યા હતા. પોલીસે તે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !