• મોટાભાઈના લગ્ન બાકી હોવાથી માતાએ નાના પુત્રના લગ્ન કરવાની ના પાડતા નાનાપુત્રએ આ પગલું ભર્યું
  • મૃતકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અંતિમવિધિ સરકારી ગાઈડલાઈન પ્રમાણે મોટાભાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવી

વડોદરા . મકરપુરા વિસ્તારમાં રહેતા યુવકને એક યુવતિ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જેથી યુવક તેની મનપસંદ યુવતિ સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ પરિવારનો મોટો પુત્ર કુંવારો હોવાથી માતાએ નાના પુત્રને લગ્ન માટે મંજૂરી આપ ન હતી. જે બાબત પુત્રને લાગી આવતા તેને ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હતુ.

પોલીસ સુત્રોના જણાવ્યાં અનુસાર મકરપુરા વિસ્તારમાં આવેલ જામ્બુઆ રોડની નજીકના સોસાયટીમાં રહેતો 25 વર્ષીય હિરેન પરમાર ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને પરિવારમાં માતા અને મોટોભાઈ રહેતો હતો. ગત રાત્રે હિરેને માતા સાથે મોટાભાઈના લગ્ન બાકી હોવા છતાં પોતાની મનપસંદ છોકરી સાથે પોતાના લગ્ન કરવા માટે જીદ કરી હતી. જેથી માતાએ મોટા પુત્રના લગ્ન બાકી છે, અમિતના લગ્ન પહેલા થશે ત્યારબાદ તારા લગ્ન કરવામાં આવશે, તેમ માતાએ પુત્રને જણાવ્યું હતું.

પરંતુ હિરેને પોતાની મનપસંદ યુવતિ સાથે પહેલા લગ્ન કરવા છે, તેમ પોતાની જીદ પકડી રાખી હતી. જેથી માતાએ ઠપકો આપતા પહેલા મોટા પુત્રના લગ્ન થશે તેમ કહ્યું હતું. માતાની આ વાત સાંભળી હિરેનને લાગી આવ્યું હતુ. દરમિયાન દાદાના ખબર અંતર પુછવા માટે માતા અને મોટો પુત્ર ગોત્રી હોસ્પિટલ ખાતે ગયા હતા. તેવામાં ઘરમાં એકલા રહેતા હિરેને પંખા સાથે સાડી વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. માતાને હોસ્પિટલ મુકી ઘરે પહોંચેલા અમિતે ઘરનો દરવાજો ખોલતાં હિરેનને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઇ ચોંકી ઉઠ્યો હતો. બનાવને પગલે અમિતે મકરપુરા પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે પોસ્ટ મોર્ટમ અર્થે હિરેનના મૃતદેહનો સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યાં તેનો કોરોના ટેસ્ટ કરતા પોઝિટીવ હોવાનુ જાણવા મળ્યું હતુ. જેથી પોલીસ દ્વારા હિરેનની અંતિમ વિધિ સરકારી ગાઇડલાઇન મુજબ મોટાભાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

માતાની આ વાત સાંભળી હિરેને લાગી આવતા તેણે મોડી રાત્રે પંખા સાથે સાડી વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !