યુવક -યુવતિ સરકાર હોસ્પિટલમાં નોકરી કરતા હોવાથી મિત્રતા બંધાઇ હતી
યુવતિને અન્ય પરણિત વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હોવાનુ જાણી યુવકે ઉશ્કેરાયો
યુવતિને હોટલના રૂમમાં બોલાવી તેની મરજી વિરૂદ્ધ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી માર્યા લાફા
વડોદરા. શહેરના સરકારી હોસ્પિટલમાં કામ કરતી યુવતિને તેની સાથે કામ કરતા યુવક સાથે મિત્રતા બંધાઇ હતી. જોકે યુવતિના એક તરફી પ્રેમ પડેલા યુવકે તેણીના જન્મદિવસની ન્યૂ સયાજી હોટલમાં સરપ્રાઇઝ આપવાનું જણાવી રૂમમાં બોલાવી હતી. જ્યાં યુવકે બળજબરી પૂર્વક યુવતિને જન્મદિવસના દિવસે રૂમમાં ગોંધી રાખી દુષ્કર્મ આચરી માર માર્યો હતો. બનાવને પગલે યુવતિએ સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મુળ દ્વારકાનો રહેવાસી દર્શન હિમ્મતભાઇ સોની હાલ રાજમહેલ રોડ સ્થિત ખંડેરાવ સરસ્વતિ હોસ્ટેમાં રહે છે. દર્શન હાલ શહેરની જાણીતી સરકારી હોસ્પિટલમાં ફાર્માસીસ્ટ તરીકે ફરજ બજાવે છે. અગાઉ તેની સાથે કામ કરતી યુવતિ સાથે તેને મિત્રતા કેળવાઇ હતી. ત્યારબાદ દર્શન યુવતિના એક તરફી પ્રેમમાં પડી ગયો હતો. જોકે યુવતિને દર્શન સાથે કોઇ પ્રેમ ન હતો. દરમિયાન યુવતિએ સરકારી હોસ્પિટલની નોકરી છોડી દઇ પાદરા રોડ પરની એક ખાનગી ફાર્મા કંપનીમાં જોડાઇ ગઇ હતી.
ખાનગી કંપનીમાં ફરજ બજાવતી યુવતિને તેની કંપનીના પરણીત માલિક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જે બાબતની જાણ દર્શનને થઇ હતી. ત્યારબાદ પણ દર્શન સતત યુવતિના એક તરફી ગળાડુબ પ્રેમમાં હતો. દરમિયાન યુવતિનો જન્મદિવસ હોવાથી ગત તા. 15 સપ્ટેમ્બરની રાત્રે યુવકે ન્યૂ સયાજી હોટલમાં સરપ્રાઇઝ આપવા માટે તેણીને બોલાવી હતી. જેથી યુવતિ દર્શનની વાતમાં આવી પોતાના જન્મદિવસની સરપ્રાઇઝ માટે હોટલમાં પહોંચી હતી. જ્યાં દર્શન તેણીને ન્યૂ સયાજી હોટલના રૂમમાં લઇ ગયો હતો. અને ત્યારબાદ યુવતિના જન્મદિવસે જ તેણી સાથે બળજબરીપૂર્વક શારીરીક સબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હતુ.
ત્યારબાદ યુવતિને આખી રાત રૂમમાં ગોંધી રાખી પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું અને સવાર પડતા જ તેણીને લાફા ઝીંકી રૂમમાંથી કાઢી મૂકી હતી. જેથી પીડીતાએ આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પોતાની સાથે થયેલા દુષ્કર્મ અંગેની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે દર્શન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.