લોકોને ઘર ખરીદવા માટે આકર્ષવા સારી સુવિધાઓ વાળા બ્રોશર તૈયાર કરાય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં સુવિધા માત્ર કાગળ સુધી સિમીત રહી જતી હોય છે.
શ્રી સાંઇ રીયાલીટી પ્રોજેક્ટમાં પ્રોમોટર દ્વારા બ્રોશર મુજબની સુવિધાઓ ન આપતા ફ્લેટ ખરીદનારે રેરા ઓથોરીટીમાં કરી ફરિયાદ
રેરા ઓથોરીટીનો ફ્લેટ ખરીદનારને સુવિધા તૈયાર ન થાય ત્યાં સુધી પ્રતિમાહ રૂ. 2,500 ચુકવવા હુકમ
વડોદરા. ન્યુ વીઆઇપી રોડ પર 'શ્રી સાંઇ રીયાલીટી' પ્રોજેક્ટ આવેલો છે. રીયાલીટી પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદ્યા બાદ પણ બ્રોશરમાં જણાવ્યા મુજબ સુવિધાઓ આપવામાં આવી ન હતી. જેને લઇને ફ્લેટ ખરીદનાર ચૈતાલી પ્રજ્ઞેશ દેસાઇએ રેરામાં ફરિયાદ કરી હતી. સુનવણીમાં રેરા ઓથોરીટી દ્વારા જ્યાં સુધી બ્રોશરમાં જણાવ્યા મુજબની સુવિધાઓ તૈયાર ન થાય ત્યાં સુધી ચૈતાલી પ્રજ્ઞેશ દેસાઇને રૂ. 2,500 પ્રતિમાહ ચુકવવાનો હુકમ કર્યો છે.
ઘર, ફ્લેટ ખરીદતી વેળાએ ક્યા પ્રકારની સુવિધાઓ મળશે તે બ્રોશરમાં જણાવવામાં આવે છે. જેનાથી પ્રેરાઇને લોકો ખર ઘર-ફ્લેટ ખરીદતા હોય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં બ્રોશરમાં જણાવેલી સુવિધાઓ માત્ર કાગળ પુરતી જ રહી જાય છે. તેવો જ એક કિસ્સો 'શ્રી સાંઇ રીયાલીટી'નો સામે આવ્યો છે. 'શ્રી સાંઇ રીયાલીટી' પ્રોજેક્ટમાં ચૈતાલી પ્રજ્ઞેશ દેસાઇએ ફ્લેટ ખરીદ્યો હતો. ફ્લેટ ખરીદ્યા બાદ તેમને પ્રોમોટર દ્વારા બ્રોશરમાં જણાવ્યા મુજબની, ક્લબ હાઉસ, બગીચો, જોગીંગ ટ્રેક, સિનિયર સીટીઝન સિટીંગ, ચિલ્ડ્રન પ્લે એરીયા, લેન્ડ સ્કેપ ગાર્ડન, નાઇટલાઇટ સહિતની સુવિધાઓ પુરી ન પાડતા આખરે ચૈતાલી પ્રજ્ઞેશ દેસાઇએ રેરા ઓથોરીટીમાં ફરિયાદ કરી હતી.
રેરા ઓથોરીટી સમક્ષ સુનવણી દરમિયાન બંન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ચૈતાલી પ્રજ્ઞેશ દેસાઇની ફરિયાદ અંશત મંજુર કરવામાં આવી હતી. જ્યાં સુધી બ્રોશરમાં જણાવેલી સુવિધાઓ , ક્લબ હાઉસ, બગીચો, જોગીંગ ટ્રેક, સિનિયર સીટીઝન સિટીંગ, ચિલ્ડ્રન પ્લે એરીયા, લેન્ડ સ્કેપ ગાર્ડન, નાઇટલાઇટ સહિતની સુવિધાઓ તૈયાર ન કરવામાં આવે ત્યાં સુધી પ્રોમોટરે ચૈતાલી પ્રજ્ઞેશ દેસાઇને પ્રતિમાહ રૂ. 2,500 ચુકવવાનો હુકમ રેરા ઓથોરીટીએ કર્યો હતો. પ્રોમોટરે આ નાણાંની ચુકવણી ફ્લેટ ખરીદ્યાની તારીખ એટલે કે, 23/07/2019 થી કરવાની રહેશે. અને રકમ પર 9 ટકાનું વ્યાજ ચુકવવું પડશે.
આમ, ગ્રાહકોને ઘર ખરીદવા માટે સારા બ્રોશર તૈયાર કરી તે પ્રમાણે સુવિધા ન આપતા રીયાલીટી પ્રોજેક્ટના પ્રોમોટર સામે રેરા ઓથોરીટીએ કડક વલણ અપનાવ્યું હતું.