ફ્લેટના ચોથા માળે જાળીની છતમાં બિલાડી ફસાઇ જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા
બિલાડીને રેસ્ક્યૂ કરવા માટે દોરી બાંધીને ડોલ લટકાવી, પણ પ્રયત્ન નિષ્ફળ રહ્યો
વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના વોલંટીયરે સ્ટેક સ્ટીકનો સાવચેતી પુર્વક ઉપયોગ કરીને બિલાડીને રેસ્ક્યૂ કરી
વડોદરા. શહેરના ઓએનજીસી તરસાલી વિસ્તામાં આવેલા ફ્લેટની જાળીની છત પર બિલાડી ફસાઇ ગઇ હતી. બિલાડીને રેસ્ક્યૂ કરવા માટે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટનો વોલંટીયર્સને સંપર્ક કરવામાં આવ્યો હતો. બિલાડીને રેસ્ક્યૂ કરવા માટે સ્થાનિકોઓ દોરી બાંધીને ડોલ મુકી હતી. પરંતુ બિલાડી તેમાં ન આવવાને કારણે આખરે તેના સાવચેતી પુર્વક સ્નેક સ્ટીકથી રેસ્ક્યૂ કરવામાં આવી હતી.
રવિવારે બપોરના સમયે મકરપુરા વિસ્તારમાં આવેલા શ્રી હરી દર્શન ફ્લેટની અગાશીમાંથી ફસાયેલી બિલાડી જોવા મળી હતી. બિલાડી જાળીની છત પર ફસાઇ ગઇ હતી અને એક છત પર થી બીજા છત પર કુદતી હતી. દરમિયાન ફ્લેટના લોકોને બિલાડી ચોથા માળે આવેલી જાળીની છત પરથી પડી જઇ શકે છે તેવી ચિંતા સતાવતી હતી. સ્થાનિકોએ બિલાડીને રેસ્ક્યૂ કરવાના પ્રયાસના ભાગરૂપે ડોલ પર દોરી બાંધી મુકી હતી. પરંતુ બિલાડી તેમાં આવતી ન હતી. અને લોકોના જીવ તાળવે ચોંટતા જતા હતા.
આખરે સ્થાનિકોએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટન વોલંટીયરનો સંપર્ક કર્યો હતો. વોલંટીયર ક્રિષ્ણા ગાયકવાડ સ્થળે પહોંચી ગયો હતો. ક્રિષ્ણા ગાયકવાડે જણાવ્યું હતું કે, બિલાડી એક છત પરથી બીજા છત પર કુદી રહી હતી. જેથી બિલાડીને એક કલાકની મહેમત બાદ સ્નેક સ્ટીકનો સાવચેતી પુર્વકના ઉપયોગથી બિલાડીને રેસ્ક્યૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફ્લેટના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.