વડોદરા. ટીવી- ફિલ્મ હવે જુના થયા છે. અને વેબ સીરીઝનું ચલણ દિવસેને દિવસે વધી રહ્યું છે. વેબ સીરીઝ પર કોઇ દેખરેખ રાખનાર ન હોવાને કારણે તેના પર તમામ પ્રકારનું મનોરંજન બેરોકટોક પીરસવામાં આવે છે. વેબ સીરીઝ પ્રત્યે યુવાનો ખાસ આકર્ષણ ધરાવે છે. પરંતુ વેબ સીરીઝમાં એપીસોડ જોઇને તેનો સોશિયલ મિડીયા પર અનુભવ કરવો વડોદરાની યુવતિને ભારે પડ્યો હતો. વેબ સીરીઝનો અનુભવ જીવનમાં લેવા જતા યુવતિ સોશિયલ મિડીયામાં ફેક પ્રોફાઇલ સાથે કનેક્ટ થઇ હતી. અને ત્યાર બાદ અચાનક ડિપ્રેશનમાં સરી પડી હતી.
વેબ સીરીઝ દ્વારા પીરસવામાં આવતી ફિલ્મો તથા સીરીઝમાં કોઇ પ્રકારની દેખરેખ રાખવામાં આવતી ન હોવાને કારણે દ્વીઅર્થી અથવાતો ખુબ જ સમજદારી માંગી લે તેવા વિષયો પીરસવામાં આવે છે. જેને કારણે ખાસ કરીને યુવાનોમાં તેનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરની ખાનગી કોલેજના એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતી સ્કોલર યુવતિ સાનીયા (નામ બદલ્યું છે)ને વેબ સીરીઝ જોઇને સોશિયલ મિડીયામાં તેના જેવો અનુભવ લેવો ભારે પડી ગયું હતું. વેબ સીરીઝથી એકદમ વિપરીત અનુભવ થવાને કારણે યુવતિ ડિપ્રેશનમાં જતી રહી હતી. આખરે કાઉન્સિલર અને જુના શિક્ષકના સહારે યુવતિને અજુગતુ પગલુ ભરવાથી સફળતાથી બચાવી લેવામાં આવી હતી. આવા કિસ્સાઓ સમાજમાં લાલ બત્તી સમાન છે.
સાનીયા શાળામાં ખુબ સ્કોરલ સ્ટુડન્ટ હતી. સ્કુલ પતી ગયા બાદ સાનિયાએ ખાનગી કોલેજમાં એન્જિનીયરીંગમાં વધુ અભ્યાસ શરૂ કર્યો હતો. અભ્યાસ દરમિયાન કોલેજમાં વેબ સીરીઝના કેરેક્ટર અને એપીસોડ અંગે સતત વાતચીત થતી હોવાથી સાનીયાનું ધ્યાન પણ તે તરફ આકર્ષાયું હતું. નિયમીત વેબસીરીઝની વાતોથી પ્રેરાઇને તેણે એક રાત્રે પોતાના ઘરે કોલેજના મિત્રોની સતત ચર્ચામાં રહેતી વેબ સીરીઝનો પ્રોમોશનલ વિડીયો જોવાનું નક્કી કર્યું. પ્રોમોશનલ વિડીયો એટલો પસંદ આવ્યો કે તુરંજ એપ્લીકેશન ડાઉનલોડ કરીને સીરીઝ જોવાનું શરૂ કરી દીધું હતું.
એક પછી એક છ એપીસોડની વેબ સીરીઝ જોઇને સાનીયાનું મન એકદમ રોમાંચીત થઇ ગયું હતું. અને જેવી રીતે વેબ સીરીઝમાં સોશિયલ મિડીયામાં મળેલા મિત્રો જીવન માણી રહ્યા હતા તેવો જ અનુભવ લેવાની ઇચ્છા જાગી હતી. વેબ સીરીઝનો મોબાઇલ સ્ક્રીનનો અનુભવ રીયલ લાઇફમાં લેવા જતા ડેટીંગ માટેની સોશિયલ મિડીયા એપ્લીકેશન પર સાનીયા પહોંચી હતી. ત્યાં ગયા બાદ જે પહેલું વ્યક્તિ જોડાયું તેની સાથે વાતચીત શરૂ કરી દીધી હતુ.
છોકરીના નામથી ફેક એકાઉન્ટ ધરાવતા યુવકે ઝાંસામાં લઇને સાનીયા જોડે વાતો કરી, થોડાક સમય બાદ વાતો વાતોમાં પોતાના પર્સનલ ફોટોઝ શેર કરવાનું ફેક એકાઉન્ટથી કહેવામાં આવ્યું. સાનિયા કંઇ વિચારે તે પહેલા ફેક એકાઉન્ટ પરથી તેને શરીરના અંગોના ફોટા આવી ગયા હતા. જેથી સાનિયાનો વિશ્વાસ વધ્યો અને તેણે પોતાના પ્રાઇવેટ ફોટો ફેક એકાઉન્ટને શેર કરી દીધા હતા. ત્યાર બાદ મોડી રાત થઇ ગઇ હોવાથી ફેક એકાઉન્ટ સાથે જોડાયેલા વ્યક્તિએ કાલે સવારે વાત કરીશું તેમ કહીને ચેટીગનો સિલસીલો અટકાવ્યો હતો.
મોડી રાત્રે 2 વાગ્યે અચાનક સાનિયાને મેસેજ આવ્યો કે જો હું કહું તેમ નહી કરે તો તારા પ્રાઇવેટ ફોટો વાઇરલ કરીને તને બદનામ કરી દઇશ. મેસેજ વાંચતા જ સાનીયા એકદમ ડધાઇ ગઇ હતી. અને પોતે અને પરિવારજનો બદનામ થઇ જશે તેવી ચિંતામાં અચાનક ડિપ્રેશનમાં સરી પડી હતી. તેવા સમયે તેને તેના શાળાકાળના શિક્ષકની મદદ લેવાની યુક્તિ સુઝી હતી. ત્યાર બાદ તેણો મોડી રાત્રે શિક્ષકને ફોન કર્યો હતો. આખરે મોડી રાત્રે ટેલીફોનિક સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. બીજા દિવસે સાનીયાએ ફેક એકાઉન્ટ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ નિષ્ણાંતના માર્ગદર્શનમાં સાનીયાનું કાઉન્સીલીંગ કરવામાં આવ્યું હતું.
પેરેન્ટ્સ સમય નહિ આપે તો બાળકો ગમે તે દિશામાં ફંટાઇ જઇ શકે છે
પેરેન્ટ્સ બાળકોને ખુબ જ ઓછો સમય આપે છે. બાળકોનો સ્ક્રીન ટાઇમ એટલેકે ઓનલાઇન હેવાનો સમય ખુબ વધ્યો છે. બાળકો તેમને આપવામાં આવેલા મોબાઇલ - ટેબલેટ ડિવાઇઝમાં કયા પ્રકારની એપ્લીકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. બાળકોના મિત્રો કોણ છે તેમના વચ્ચે કયા પ્રકારની વાતચીત ચાલી રહી છે. તે બધી વાત પેરેન્ટ્સે પોતાના ધ્યાનમાં રાખવી જોઇએ. ટેકનોલોજીના યુગમાં જો પેરેન્ટ્સ સમય નહિ આપે તો બાળકો ગમે તે દિશામાં ફંટાઇ શકે છે.- મયુર ભુસાવળકર, સાયબર એક્સપર્ટ