• પતિએ ફોન પર મેલી વિધાનો ઉપયોગ કરી તારા પરિવારને પાયમાલ કરી દેવાની ધમકી આપી
  • જયારે પત્નીએ પતિનું ઉપરાણું લઇ માર માર્યો
  • પાણીગેટ પોલીસે દંપતી વિરુદ્ધ ફરિયાદ તપાસ હાથ ધરી


વડોદરા . પાણીગેટ વિસ્તારમાં પાનપડીકીની લારી ચલાવતી મહિલાને તું તારો પાન પડીકીનો ધંધો બંધ કરી દે જે નહીંતર હું તારા ઉપર મેલી વિધાનો ઉપયોગ કરી તારા પરિવારને પાયમાલ કરી દઈશ તેવી સામે રહેતા દંપતીએ ફોન ઉપર ધમકી આપી માર માર્યો હતો. કંટાળેલી મહિલાએ કીડી મારવાની દવા ગડગટાવી જીવન ટૂંકાવી નાખવાનો પ્રયત્ન કરતા પોલીસે દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

પાણીગેટ વિસ્તરના બાવચાવાડ નાળા પાસે રહેતી આરતીબેન નિશાંતભાઈ ભટ્ટ ઘર નજીક પાન પડીકીની તેમજ ગોળી બિસ્કિટ વેચવાની કેબીન ધરાવે છે. અને તેણીના પતિ છૂટક મજૂરી કામ કરે છે. તેમના ઘરની સામે સંતોષ રાજપૂત પત્ની મોહિની રાજપૂત સાથે રહે છે. તેમજ સંતોષ રાજપૂત તાંત્રિક વિધિ કરે છે. તેણીની પાનપડીકીની લારી સારી ચાલતી હોવાથી જે સામે રહેતા સંતોષ અને મોહિનીને ગમતું ન હતુ. જેથી સંતોષે તેણીને ફોન કરી જણાવ્યું હતું કે, તું તારો પાન પડીકીનો ધંધો બંધ કરી દે જે નહીંતર હું તારા ઉપર મેલી વિધાનો ઉપયોગ કરી તારા પરિવારને પાયમાલ કરી દઈશ તેવી ધમકી આપી હતી.

ગત રોજ તેણી સવારે 8 વાગ્યે કેબીન ઉપર બેઠી હતી ત્યારે સંતોષની પત્ની મોહિની રાજપૂત પતિનું ઉપરાણું લઇ તેણીની પાસે આવી હતી અને તેમની સાથે બોલાચાલી કરવા લાગી હતી. જેથી તેણીએ બોલાચાલી કરવાની ના પાળતા મોહિનીએ તેણીને ગળદા પાટુનો માર માર્યો હતો. આખરે કંટાળી તેણીએ ઘરમાં પડેલ કીડી મારવાની દવા ગડગટાવી જીવન ટૂંકાવી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી બનાવ અંગે પાણીગેટ પોલીસે સંતોષ રાજપૂત અને પત્ની મોહિની રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !