• રેલ્વેમાંથી સ્ક્રેપ ખરીદવાનું કહી 1.63 કરોડની છેતરપિંડી કરતા ઔરંગાબાદના શખ્સ વિરુદ્ધ ફરિયાદ
  • હું રેલ્વેમાંથી સ્ક્રેપ ખરીદવાનું મોટાપાયે કામ કરું છે. અને તે કામમાં રોકાણ કરવાથી મોટા પ્રમાણમાં વળતર મળે છે તેમ કહી વિશ્વાસમાં લીધા
  • મારા થાકી કામ કરાવશો તો હું એક કિલો સ્ક્રેપ દીઠ 775 પૈસા વળતર પેટે નફો આપવા જણાવ્યું
  • આ વખતે રેલ્વેમાંથી સાત હજાર ટન સ્ક્રેપનો સામાન ઉઠાવવાનો છે તેના માટે 2 થી 3 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જરૂરિયાત છે તેમ કહી રૂ. 1.25 કરોડ મેળવ્યા
  • કંપની ફરીથી ચાલુ કરવા જણાવી ફરી એકવાર વિશ્વાસમાં લઇ રૂ. 38 લાખ મેળવી લીધા


વડોદરા . રાજકોટના જામનગર રોડ પર આવેલ કુપરસીટી પ્લસમાં રહેતા ધર્મેન્દ્રદાન કિશોરદાન ગઢવી બ્રોકરેજનું કામ કરે છે. મકરપુરા વિસ્તારમાં રહેતા સીતારામ રમેશપ્રકાશ શર્મા તેમના ઓળખીતા છે. સીતારામ મારફતે ધર્મેન્દ્રદાનની ત્રણ વર્ષ પેહલા મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે રહેતા અનિલ રાજદયાલ રાય સાથે ઓળખાણ થઇ હતી. ત્યારે અનિલે તેમને કહ્યું હતું કે, હું રેલ્વેમાંથી સ્ક્રેપ ખરીદવાનું મોટાપાયે કામ કરું છે. અને તે કામમાં રોકાણ કરવાથી મોટા પ્રમાણમાં વળતર મળે છે તેમજ તમને અથવા તમારા મિત્રને રોકાણ કરવામાં ઇંટરેસ્ટ હોય તો મારા થકી કામ કરાવશો તો હું એક કિલો સ્ક્રેપ દીઠ 775 પૈસા વળતર પેટે નફો આપીશ તેમ કહ્યું હતું.

ત્યારબાદ અનિલે તેઓને વારંવાર રોકાણ કરવાની વાત કરી હતી. જેથી ધર્મેન્દ્રદાને  વડોદરા ખાતે તેમના બે મિત્રોની અનિલ સાથે મુલાકાત કરાવી હતી. ત્યારે અનિલે આ વખતે રેલ્વેમાંથી સાત હજાર ટન સ્ક્રેપનો સામાન ઉઠાવવાનો છે તેની માટે રૂ. 2 થી 3 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જરૂરિયાત છે તેમ કહ્યું હતું. જેથી પોતાના મિત્ર સર્કલમાંથી રૂ. 1.25 કરોડ રૂપિયા એકત્રિત કરી ધર્મેન્દ્રદાન મારફતે અનિલ રાયને આપ્યા હતા.

રૂપિયા આપ્યા બાદ અનિલ રાય દ્વારા જણાવેલ હકીકત પ્રમાણે કોઈ વળતર કે નફો આપવામાં આવ્યો ન હતો. જેથી ધર્મેન્દ્રદાએ અનિલ રાયને રૂ. 1.25 કરોડ રૂપિયા પરત આપવા જણાવ્યું હતું. ત્યારે અનિલ રાયે સિક્યુરિટી પેટે યશ બેન્કના કુલ પાંચ ચેક આપ્યા હતા. જેથી ધર્મેન્દ્રદાને તે ચેક બન્ને મિત્રોને આપી દીધા હતા.

થોડા સમયબાદ પણ અનિલે કોઈ વળતર કે લીધેલી મૂડી પરત ન આપતા ધર્મેન્દ્રએ અનિલ પાસે રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે અનિલે હાલોલ અને મંજુસર ખાતેની ઓર્બીટ કંપની તેમજ ઔરંગાબાદ ખાતેની કંપની તેમજ ત્યાનુ મકાન બૅંકની લોનમાં મોર્ગેજ હોવાનું અને આ તમામ કંપની અને મકાન હું તમારા નામે કરી આપીશ અને  રૂપિયા ચૂકવી આપીશ તેવુ આશ્વાસન આપ્યું  હતુ.

તેણે એમ પણ જણાવ્યુ હતુ કે, મારી કંપીનમાં મટીરીયલ લાવવા મદદ કરો જેથી હું મારી કંપની ફરીથી શરૂ કરી શકુ. જેથી અનિલ રાયની વાતમાં આવી તેમણે ફરી રૂ. 38 લાખની મદદ કરી હતી. પરંતુ પોતાનું કામ પતિ ગયા પછી અનિલ રાયે કોઈ પણ જાતનું વળતર કે નફો અને મૂડી નહિ ચકવી કુલ રૂ.1.63 કરોડનો ચૂનો ચોપડી ફરાર થઇ ગયો હતો. જેથી ધર્મેન્દ્રદાન કિશોરદાન ગઢવીએ વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં અનિલ રાય વિરુદ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાવતા પોલીસે તેની પુનાથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !