• હાર્ડવેરની દુકાનમાંથી 23.93 લાખના માલસામાનની ચોરી થતા નોકર વિરુદ્ધ ફરિયાદ
  • માલિકનું એક્સિડન્ટ થતા નોકર દુકાન ખોલતો હતો
  • દુકાને જઇ તપાસ કરતા દુકાનની શટર તૂટેલ ન હતું, લોક અકબંધ જોવા મળ્યું


વડોદરા. જેતલપુરના રોડ વિસ્તારમાં દુકાન ધરાવતા માલિકનો એક્સિડન્ટ થતા તેમની ગેરહાજરીનો લાભ ઉઠાવી દુકાનમાંથી હાર્ડવેરનો સમાન મારુતિમાં ભરી દુકાનમાં કામ કરતો નોકર ફરાર થઇ ગયો હતો. ગોત્રી પોલીસમાં માલિકે રૂ.23.93 લાખની નોકર ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તરસાલી વિસ્તારની અરુણોદય સોસાયટીમાં રહેતા હિમાંશુભાઈ ઉત્તમભાઈ શાહ જેતલપુર રોડ પર આવેલ ઇન્ડિયાબુલ્સ કોમ્પ્લેક્સમાં તીર્થ માર્કેટિંગ હાર્ડવેરની દુકાન ધરાવે છે. તેમની દુકાનમાં 5 થી 6 કર્મીઓ નોકરી કરે છે. તે પૈકી રવિ નરપતસિંહ ચૌહાણ છેલ્લા દોઢ વર્ષથી તેમની દુકાનમાં નોકરી કરે છે. અગાઉ તેમનો એક્સીડેન્ટ થયો હતો. જેથી રોજ સવારે દુકાનમાં કામ કરતા નિલેશભાઈ દુકાન ખોલતા હતા. જયારે પણ નિલેશભાઈ દુકાનના કામ અર્થે બહાર જતા હતા ત્યારે દુકાનની ચાવી નિલેશભાઈ પાસેથી મેળવી રવિ ચૌહાણ ખોલતો હતો.

14 સપ્ટેમ્બરના રોજ તેમની દુકાનમાં કામ કરતા વિષ્ણુભાઇએ દુકાન ખોલી ત્યારે દુકાનમાં ચોરી થઇ હોવાનું જણાયું હતું. જેથી તેમણે હિમાંશુભાઈને ફોન કરી દુકાનમાં ચોરી થઇ છે અને હાર્ડવેરનો માલ ચોરાયેલ છે તેમ ફોન કરી જણવ્યું હતું. જેથી તેઓ દુકાને દોડી આવ્યા હતા. દુકાને જઇ તપાસ કરતા દુકાનની શટર તૂટેલ ન હતું, લોક અકબંધ જોવા મળ્યું હતું. અને દુકાનમાં માલની લેતી દેતીમાં વપરાતી મારુતિ વેન કાર પણ જોવા મળી ન હતી.

દરમિયાન દુકાનમાં કામ કરતા નિલેશભાઈ પણ આવી પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, રવિ ચૌહાણ રોજ મારા ઘરે ચાવી લેવા આવતો હતો. પણ આજ રોજ તે આવેલ નથી. જેથી તેઓએ દુકાનમાં કામ કરતો રવિ ચૌહાણ (રહે,જાલોર રાજસ્થાન) દુકાનમાંથી રૂ. 23.93 લાખની મતાના વિવધ માલ સામાનની ચોરી કરી નાસી ગયો હોય તેવી ફરિયાદ ગોત્રી પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી રવિ ચૌહાણની શોધખોળ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !