માંજલપુર વિસ્તારની નામી સ્કૂલમાં ધો. 10માં અભ્યાસ કરતી સગીરા અને ધો. 8માં અભ્યાસ કરતી બે પિતરાઇ બહેનનો આ કિસ્સો છે
સ્કૂલમાં ધો.10નુ સબમીશન કરવા ઘરેથી નિકળ્યાં બાદ બન્ને બહેનો મોડી સાંજ સુધી પરત ઘરે ના પહોંચી
ચિંંતાતુર થયેલા પરિવારે માંજલપુર પોલીસનો સંપર્ક કર્યો અને તેઓનુ અપહરણ થયુ હોવાનો ફોન આવ્યો
પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી: સદનસીબે બન્ને પિતરાઇ બહેનો સહીસલામત પરિવારને પાછી મળી ગઇ હતી
વડોદરા. હાલના સમયમાં દરેક બાળકોના હાથમાં સ્માર્ટ ફોન જોવા મળે છે. અભ્યાસ કરવાની ઉંમરે આ બાળકો ઓનલાઇન ગેમીંગ અને વેબ સિરીઝના રવાડે ચઢ્યાં છે. પોતાના પ્રાઇવેટ સ્માર્ટ ફોનમાં બાળકો કંઇ એપ્લીકેશનનો ઉપયોગ કરી રહ્યાં છે, તેના અનેક વખત માતા-પિતા પણ અજાણ હોય છે. જે બાબત કેટલી જોખમી સાબીત થઇ શકે છે, તેનુ આ ઉત્તમ ઉદાહરણ છે.
શહેરના માંજલપુર વિસ્તારની ખાનગી સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતી સગીરા ગત રોજ બપોરના સમયે તેની 14 વર્ષીય પિતરાઇ બહેન સાથે સ્કૂલમાં સબમીશન કરાવવા માટે ગઇ હતી. ત્યારબાદ બન્ને બહેનો મોડે સુધી ઘર પરત ફરી ન હતી. દરમિયાન પરિવારજનોએ સ્કૂલ ખાતે તપાસ કરતા બાળકીઓની સ્કૂટી મળી આવી હતી. પરંતુ તેમનો કોઇ પત્તો લાગ્યો ન હતો. બન્નેના મોબાઇલ ફોન પણ સતત બંધ આવતા હોવાથી ચિંતાતુર થયેલા પરિવારજનોએ મોડી સાંજે માંજલપુર પોલીસનો સંપર્ક કર્યો હતો.
બન્ને પિતરાઇ બહેનો સ્માર્ટ ફોનમાં જીઓનુ સીમકાર્ડ વાપરતી હતી. જેથી એપ્લીકેશનના માધ્યમથી કોલ ડીટેઇલ્સ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ધો.10માં અભ્યાસ કરતી સગીરાએ પિતરાઇ બહેનના મોબાઇલ પરથી મોડી રાત્રે માતાને ફોન કર્યું જણાવ્યું કે અમારૂ અપહરણ થયુ છે અને ખૂબ માર મારવામાં આવી રહ્યો છે, અમે વાપી પાસે છે. આ સમગ્ર પોલીસના ધ્યાને આવતા માંજલપુર પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર ચેતરીયા અને સબ ઇન્સપકેટર બી.એસ શેલાણા સહીતનો સ્ટાફ બાળકીઓની શોધમાં વાપી જવા રવાનો થયો હતો.
આ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીની સુચનાથી માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. માંજલપુર પોલીસ વાપી જવા માટે રવાના થઇ અને લોકેશનના આધારે વાપી પોલીસનો સંપર્ક કરી સ્થળ પર પહોંચવા જણાવ્યું હતુ. માંજલપુર પોલીસે આપેલા લોકેશન પર વાપી પોલીસ પહોંચી ખરી પણ તેમણે બાળકીઓ અંગેની કોઇ ભાળ મળી ન હતી. જોકે આ બન્ને બાળકીઓ આ સમયે વાપી છોડી બસમાં બેસી ભરૂચ ખાતે પહોંચી ગઇ હતી.
ગભરાઇ ગયેલી બન્ને પિતરાઇ બહેનોએ ફરી એક વખત પરિવારનો સંપર્ક કરી જણાવ્યું કે અમારૂ અપહરણ કરનાર લોકો અમને કારમાં ભરૂચ ખાતે છોડીને જતા રહ્યાં છે. જેથી વાપી પહોંચેલી માંજલપુર પોલીસ ભરૂચ પહોંચવા માટે નિકળી હતી. તેવામાં રાત્રે પોણા ચાર વાગ્યાની આસપાસ ભરૂચ ઝાડેશ્વર ચોકડી પાસેથી બન્ને બાળકીઓ મળી આવી હતી.
જેથી પોલીસે આ બન્ને બાળકીઓની સમગ્ર મામલે પ્રાથમિક પુછપરછ કરતા વેબ સિરીઝમાં મોડલ બનવા માટે મુંબઇ ઓડીશન આપવા માટે નિકળ્યાં હતા. પરંતુ રસ્તામાં બીક લાગતા અમે અપહરણનુ તરકટ રચ્યું હતુ. પિતરાઇ બહેનોની આ થીયરી પોલીસને ગળે ઉતરતી નથી, જેથી પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર મામલામાં પોલીસ સૂત્રો દ્વારા એમ પણ જાણવા મળી રહ્યું છે કે, બાળકીઓનો પરિવાર તેમને ડોકટર બનાવવાની ઇચ્છા ધરાવે છે, પરંતુ પિતરાઇ બહેનો વેબ સિરીઝના રવાડે ચઢી હોવાથી મોડલ બનવાનો અભરખો ધરાવતા અપહરણનુ તરકટ રચ્યું હોવાનુ અત્યાર સુધીની પોલીસની પ્રથામિક તપાસમાં બહાર આવ્યું છે.
- માંજલપુર વિસ્તારની નામી સ્કૂલમાં ધો. 10માં અભ્યાસ કરતી સગીરા અને ધો. 8માં અભ્યાસ કરતી બે પિતરાઇ બહેનનો આ કિસ્સો છે
- સ્કૂલમાં ધો.10નુ સબમીશન કરવા ઘરેથી નિકળ્યાં બાદ બન્ને બહેનો મોડી સાંજ સુધી પરત ઘરે ના પહોંચી
- ચિંંતાતુર થયેલા પરિવારે માંજલપુર પોલીસનો સંપર્ક કર્યો અને તેઓનુ અપહરણ થયુ હોવાનો ફોન આવ્યો
- પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી: સદનસીબે બન્ને પિતરાઇ બહેનો સહીસલામત પરિવારને પાછી મળી ગઇ હતી