#Exclusive-વડોદરા. હું એલાઇવ્ઝ જીમમાં ચોકીદાર હોવાની સાથે કૈલાશ સર માટે ચા અને સીગારેટ પણ લઇ આવતો હતો. સીગારેટના એક પેકેટની કિંમન રૂ. 320 હતી. કૈલાશ સર તેમના ફ્રેન્ડ્સ સાથે વાતો કરતા-કરતા દિવસમાં 2 પેકેટ સીગરેટ ખાલી કરતા હતા. હું સીગરેટ લેવા જઉં ત્યારે મને થતું કે જે માણસ મારા એક દિવસના પગારથી વધારેની સીગરેટ પીતો હોય તે મને પગાર તો આપી જ શકે. તેવું માનતા અને છેલ્લા ચાર મહિનાથી પગાર માટે ટળવળ્યા બાદ ઉછીના રૂપિયા લઇને પોતાના વતન બિહાર પહોંચેલા ચોકીદારે પોતાની આપવીતી watchgujarat.comને જણાવી હતી.
જો કોઇ બીજી વ્યક્તિ ભુલમાં પણ ગાડી મુકે તો મારી અપશબ્દો સાંભળવા તૈયાર રહેવું પડે
એલાઇવ્ઝ જીમમાં છેલ્લા કેટલાય સમયથી ચોકીદાર તરીકે કામ કરતા અરવિંદ તિવારીને કૈલાશ જાધવે પગાર ન આપતા ઉછીના પૈસા લઇને તે પોતાના વતન બિહાર જતો રહ્યો હતો. તેણે પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે, હું એલાઇવ્ઝ જીમમાં વોચમેન તરીકે કામ કરતો હતો. મારૂ કામ જીમમાં આવતા લોકોના વાહન પાર્ક કરાવવાનું હતું. હું એલાઇવ્ઝ જીમમાં વોચમેન તરીકે જોડાયો ત્યારે બે શિફ્ટમાં અલગ અલગ વોચમેન કામ કરતા હતા. એક વોચમેનનો પગ ફેક્ચર થતા મેં બંન્ને શિફ્ટનું કામ શરૂ કર્યું હતું. કૈલાશ સરની ગાડી પાર્ક કરવાની જગ્યા નક્કી હતી. તેમની જગ્યાએ કૈલાશ સર પોતે અથવાતો તેમના દ્વારા કહેવામાં આવતા વ્યક્તિ જ ગાડી પાર્ક કરી શકે. જો કોઇ બીજી વ્યક્તિ ભુલમાં પણ ગાડી મુકે તો મારી અપશબ્દો સાંભળવા તૈયાર રહેવું પડે. અને મારી ગફલતને કારણે કેટલીય વખત આ બાબતે મેં સાંભળ્યું પણ છે.
સીગરેટના પેકેટનું કાર્ટુન લાવવાનું સુચન આપ્યું તો તેમણે કહ્યું કે મારી સીગરેટ ઇમ્પોર્ટેડ આવે છે
વોચમેનનું કામ કરવાની સાથે હું કેટલીક વખત કૈલાશ સર માટે નજીકના ગલ્લા પરથી સીગરેટ લાવી આપતો હતો. એક દિવસમાં કૈલાશ સર તેમના ફ્રેન્ડ્સ સાથે બે પેકેટ સીગારેટ પી જતા હતા. સરના સીગરેટના એક પેકેટનો ભાવ રૂ. 320 જેટલો હતો. હું તેમના માટે સીગરેટ લઇને આવતો ત્યારે મનમાં કેટલીય વખત વિચાર આવતો કે જે વ્યક્તિ રૂ. 320 નું એક એવા બે સીગરેટના પેકેટ પી જતો હોત તો મારો એક દિવસનો રૂ. 300 લેખે પગાર આપી જ શકે. એક દિવસ મેં કૈલાશ સરને કહ્યું કે, રોજ પેકેટ લાવવા કરતા એક દિવસ સીગરેટના પેકેટનું કાર્ટુન લાવવાનું સુચન આપ્યું હતું. તો તેમણે કહ્યું કે મારી સીગરેટ ઇમ્પોર્ટેડ આવે છે. તેનું કાર્ટુન ના લવાય તને ખબર ન પડે.
પગારના પૈસા ન મળતા આખરે મેં આમ-તેમ ઉછીના પૈસા ભેગા કરીને ગયા મહિને મારા વતન પહોંચ્યો
લોકડાઉન બાદથી કૈલાશ સરે પગાર આપવાનું બંધ કરી દીધું. ક્યારેક સાથે કામ કરતા લોકો પાસેથી તો ક્યારેક જીમમાં આવતા સાહેબ પાસેથી ઉછીના રૂપિયા લઇને મેં મારા દિવસો કાઢ્યા હતા. જીમના મેનેજર સંજય સર મારી તકલીફથી વાકેફ હતા. એક દિવસ તેમણે મને 5 હજાર રૂપિયાની વ્યવસ્થા કરી આપી હતી. પગારના પૈસા ન મળતા આખરે મેં ઘરે જવાનો નિર્ણય લીધો અને ફરી આમ-તેમ ઉછીના પૈસા ભેગા કરીને હું ગયા મહિને મારા વતન આવી પહોંચ્યો.
હું તેમની સામે અને શોપીંગ બેગના જથ્થા પર એકીટસે જોઇ રહ્યો અને સરે મને હું તેમની સામે અને શોપીંગ બેગના જથ્થા પર એકીટસે જોઇ રહ્યો
એ દિવસ હજી મને યાદ છે, જ્યારે રાત્રે કૈલાશ સર અને મેડમ શોપીંગ બેગો લઇને પાર્કીંગમાં આવ્યા હતા. ત્યારે હું તેમની સામે અને શોપીંગ બેગના જથ્થા પર એકીટસે જોઇ રહ્યો હતો. હું કંઇ બોલું તે પહેલા જ કૈલાશ સરે મને જતો રહે કહીનો હું તેમની સામે અને શોપીંગ બેગના જથ્થા પર એકીટસે જોઇ રહ્યોહતું. ત્યારે મને બહુ જ ખરાબ લાગ્યું હતું, કારણકે હું ઉછીના રૂપિયા નહી, પરંતુ મારી મહેનતના રૂપિયા માંગી રહ્યો હતો. અને મારે સરનું આવું વર્તન વેઠવું પડ્યું હતું.
જીમમાં સૌથી નાનો હોદ્દો મારો હતો, તેમ છત્તા તેમણે મારી જોડે આવું કર્યું
એલાઇવ્ઝ જીમમાં 100 જેટલા લોકો કામ કરતા હતા. તેમાં સૌથી નાનો હોદ્દો મારો હતો. વોચમેનના કામની જોડે હું સર અને મેડમની ગાડી પણ સાફ કરી આપતો હતો અને તેમના આજુબાજુમાં જવાના નાના મોટા કામ પણ કરી આપતો હતો. તેમ છત્તા તેમણે મારી જોડે આવું કર્યું. મારા એક મહિનાનો 9 હજાર પગાર હતો. ચાર મહિના લેખે મારે મારા કામના રૂ. 36 હજાર લેવાના નિકળે છે. તેમાંથી સંજય સરે મને રૂ. 5 હજાર આપ્યા હતા. એટલે હવે મારે તેમની પાસેથી રૂ. 31 હજાર લેવાના બાકી છે.