• પાખંડી પ્રશાંતની પાપલીલાથી વાકેફ મહિલા સેવાદારો કેવી રીતે
  • પ્રશાંતની પાપલીલામાં મહિલા સેવાદાર સાથ આપતી, તેને તાબે કરાવવા માટે તમામ રસ્તા અપનાવતી
  • પ્રશાંતની ઇચ્છાઓ સંતોષવા સેવાદાર બહેલાવી, ફોસલાવી જરૂર પડ્યે ધમકાવી કામ લેતી
  • યુવતિ પ્રશાંતથી ત્રસ્ત થઇ ઘરે પહોંચી તો તેના માતાપિતાને સતસંગની રેકોર્ડિગનું મેમરી કાર્ડ આપ્યું, જેમાં યુવતિના વિડીયો નિકળ્યા
  • આખરે યુવતિએ સમગ્ર મામલે તેના માતાપિતાને જાણ કરી હતી.

વડોદરા. બગલામુખીના ગુરૂજી હોવાનો દાવો કરતો પાખંડી પ્રશાંતની મહિલા સેવાદારોએ તેની પાપલીલામાં ભાગીદાર હોવાની વધુ એક ઘટના સામે આવી છે. પાખંડી પ્રશાંતની હવસ પુરી કરવા માટે સાધવીઓ યુવતિને બહેલાવી, ફોસલાવી અને જરૂર પડ્યે ધમકાવીને તેના તાબે થવા મજબુર કરતી હતી. પ્રશાંતની પાપલીલાથી વાકેફ મહિલા સેવાદાર તેની ઇચ્છાઓ પુરી કરવા માટે કોઇ પણ હદ સુધી જતી હતી.

તાજેતરમાં પ્રશાંત ઉપાધ્યાયના દુષ્કર્મનો ભોગ બનેલી યુવતિએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પાખંડી પ્રશાંતની પાપલીલામાં તેની સાથે રહેતી મહિલા સેવાદારની ભુમિકા સામે આવી હતી. પોતે સ્ત્રી હોવા છત્તા અન્ય યુવતિને પ્રશાંતની વાસનાનો શિકાર બનાવવા માટે તેઓ  બહેલાવી, ફોસાલાવી અને જરૂર પડ્યે ધમકાવતી હોવાનું ફરિયાદ પરથી ફલીત થાય છે. પાખંડી પ્રશાંતની મહિલા સેવાદાર દિક્ષા જસવાની, દિશા ઉર્ફે જોન સચદેવા, અને ઉન્નતી જોષીની ચોંકાવનારી ભુમિકા સામે આવી હતી.

ફરિયાદ મુજબ, યુવતિને કોઇ પણ પ્રકારનો સંદેશો પહોંચાડવા માટે પાખંડી પ્રશાંત મહિલા સેવાદારનો ઉપયોગ કરતો હતો. શરૂઆતના સમયમાં પ્રશાંતને પાણી આપવા જવાનું અને તારે ગુરૂજીની સેવા કરવાની છે તેમ જણાવી તેની પાસે યુવતિને મોકલવામાં આવી હતી. ત્યાર બાદ પ્રશાંતના બેડરૂમમાં તેના પગ દબાવવા માટે તેને મોકલવામાં આવી હતી. આમ, મહિલા સેવાદાર દ્વારા યુવતિને પાખંડી પ્રશાંતની સેવામાં જોતરવામાં આવી હતી.

સેવાદાર તરફથી આદેશ છુટે, તને ગુરૂજી બોલાવે છે એટલે પહોંચી જવાનું

મહિલા સેવાદાર તરફથી યુવતિને ગુરૂજીની ઇચ્છા પ્રમાણે તને ગુરૂજી બોલાવે છે તેવી જાણ કરવામાં આવતી હતી. સેવાદાર તરફથી મેસેજ મળે કે તુરંત જ ગુરૂજીની સેવામાં હાજર થઇ જવું પડતું. શરૂઆતના સમયમાં તો ગુરૂજી માટે પાણી આપવું અથવાતો તેમના પગ દબાવવા માટે યુવતિને મોકલવામાં આવતી હતી. પરંતુ સમય જતા પાખંડી પ્રશાંતે યુવતિને વારંવાર પોતાની હવસનો શિકાર કરી દુષ્કર્મ આચર્યું હતું અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું.

પ્રશાંતે પોતાની કુચેષ્ઠા વ્યક્ત કરી ત્યારે યુવતિને ધમકી મળી કે, ગુરૂજી ધારે તે કરી શકે છે

યુવતિ નિયમીત પાખંડી પ્રશાંતની સેવામાં રહેતી હતી. દરમિયાન એક દિવસ પગ દબાવતી વેળાએ પ્રશાંતે યુવતિના બંન્ને ગાલ પર હાથ મુકી કહ્યું કે, તું મને બહુ ગમે છે. આઇ લવ યુ. હું તારા વગર જીવી શકીશ નહિ. તારી ફીગર મને બહુ ગમે છે. તેમ જણાવી પ્રશાંતે યુવતિની નજીક આવવાનો પ્રયત્ન કરી પોતાની કુચેષ્ઠા વ્યક્ત કરી હતી. બીજા દિવસે મહિલા સેવાદારે યુવતિને જણાવ્યું કે, રાત્રે ગુરૂજીએ જે કાંઇ વાત કરેલ છે. તે તારી ભલાઇ માટે કરેલ છે. તે રીતે ગુરૂજી તને આશિર્વાદ આપવા માંગે છે. આ બાબતની જાણ તું તારા માતા-પિતા તથા આશ્રમમાં આલવા કોઇ વ્યક્તિને કરીશ નહિ. ગુરૂજી ધારે તે કરી શકે છે.

હવસનો શિકાર થઇ રહેલી યુવતિ ચીસો પાડતી રહી, પરંતું સેવાદાર બચાવવા ન આવી

તારા શરીરમાં દૈવી શક્તિની સ્થાપના આજ રાત્રીના કરવાનો છું તેમ કહ્યા બાદ પ્રશાંતે યુવતિને માઉથ ફ્રેશનર કહી ગોળીઓ ખવડાવી હતી. ગોળી ખાઘા બાદ યુવતિને ઘેન ચઢવા લાગ્યું હતું. ત્યારે પાખંડી પ્રશાંતે યુવતિ પર દુષ્કર્મ આચર્યું હતું. સ્થિતીમાં પોતાની જાતને બચાવવા માટે યુવતિ ચીસો પાડતી રહી પરંતુ તે સમયે પરિસરમાં નીચે હોવા છત્તા બુમો સાંભળી બચાવવા આવી ન હતી.

સત્સંગના રેકોર્ડિંગનું મેમરી કાર્ડ આપી તેમાં યુવતિની જાણ બહાર ઉતારેલા વિડીયો મોકલ્યા

યુવતિ સાથે દુષ્કર્મ આચર્યાનો વિડીયો પાખંડી પ્રશાંતે તેની જાણ બહાર ઉતાર્યો હતો. પ્રશાંત દ્વારા ધમકાવીને વારંવાર આચરવામાં આવતા દુષ્કર્મથી ત્રસ્ત યુવતિ તેના આશ્રમથી તેના ઘરે જતી રહી હતી. દરમિયાન યુવતિના માતાપિતા પ્રશાંતને ત્યાં જતા હતા. એક દિવસ પ્રશાંતે સત્સંગના રેકોર્ડિંગનું મેમરી કાર્ડ યુવતિ સુધી પહોંચાડવા માટે તેના માતાપિતાને આપ્યું હતું. યુવતિએ મેમરી કાર્ડ પ્લે કર્યું તો તેના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. અને તેમાં તેની જાણ બહાર ઉતારવામાં આવેલા વિડીયો પાખંડી પ્રશાંતે મોકલ્યા હતા. આખરે યુનતિએ પોતાની સાથે થયેલા દુષ્કર્મની જાણ પરિવારજનોને કરી હતી.

પોલીસ ફરિયાદ પરથી સ્પષ્ટ ફલીત થાય છે કે, મહિલા સેવાદાર પ્રશાંતની પાપલીલાથી વાકેફ હતા. અને તેની પાપલીલાને પોષવા માટે યુવતિ સાથે બહેલાવી, ફોસલાવી જરૂર પડ્યે ધમકાવીને કામ કરાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud