• વડોદરાના યુવાનની ઓક્ટોબર મહિનામાં નોકરી છુટી જતા તેણે રીસન્ટ જોબ નામની વેબસાઇટ પર લોગીન કર્યું
  • વેબસાઇટના માધ્યમથી યુવાનને અમદાવાદ સ્થિત અદાણી ગૃપમાં નોકરી માટેનો ઇ-મેલ મળ્યો
  • યુવાન પાસેથી ઠગબાજોએ જુદી જુદી રીતે રૂ. 9 લાખ ઉપરાંતની રકમ પડાવી લીધી હતી.
  • યુવકને છેલ્લો ઇ-મેલ મળતા પોતે છેતરાયો હોવાની જાણ થઇ
demo picture

વડોદરા. નોકરી મેળવવા માટે યુવાન-યુવતિઓ ગમે તે વેબસાઇટ પર પોતાની તમામ વિગતો દર્શાવી દેતા હોય છે. જેથી ઠગબાજો આ ડેટાના આધારે તેમની તમામ વિગતો મેળવી નામી કંપનીઓમાં નોકરીની લાલચ આપતો ઇમેલ મોકલી જુદી જુદી રીતે રૂપિયા પડાવી લેતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. તેવામાં વડોદરાના યુવાનને અમદાવાદ સ્થિત અદાણી ગૃપમાં નોકરી અપાવવાના બહાને ઠગબાજોએ રૂ. 9.04 લાખ પડાવી લીધા હોવાની વધુ એક ઘટના સામે આવી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના હરણી વિસ્તારમાં રહેતા પાર્થ (નામ બદલેલુ છે)ની ગત ઓકટોબર મહિનામાં નોકરી છુટી ગઇ હતી. ત્યાર બાદ તેણે નોકરી મેળવવા માટે રીસન્ટ જોબ નામની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. દરમિયાન પાર્થને ફોન કરનારે પોતે રીસન્ટ જોબ કંપનીનો કર્મચારી હોવાની ઓળખ આપી હતી અને જણાવ્યું હતુ કે તમારી માટે અદાણી ગૃપ અમદાવાદ સ્થિત પ્રોજેક્ટ મેનેજરની નોકરી છે, તમને કંપની તરફથી માહિતી આપવામાં આવે તે પ્રમાણે કાર્યવાહી કરવાની રહેશે, જેથી પાર્થે હા પાડી દીધી હતી.

ત્યારબાદ પાર્થના મોબાઇલ પર ચાર આકંડાનો એક કોડ આવ્યો હતો, જે રીસન્ટ જોબની વેબસાઇટ પર નાખતા જ ખાતામાંથી રૂ. 4130ની રકમ કપાઇ ગઇ હતી. અને આ રકમ લાઇફ ટાઇમ રજીસ્ટ્રેશન માટેનુ હોવાનુ પાર્થને જણાવવામાં આવ્યું હતુ. આ ઘટનાના થોડા દિવસો બાદ પાર્થને જુદા જુદા ઇ-મેલ એડ્રેસ અને ફોન નંબરથી ફોન કરી જોબ સિક્યુરીટી સહીતની અન્ય પ્રક્રીયાના પ્રોસેસ માટે બે મહિનામાં જુદા જુદા માધ્યમોથી ઠગબાજોએ રૂ. 9,04,106 લાખ પડાવી લીધા હતા.

લાંબા સમય સુધી પાર્થને નોકરી અંગેની કોઇ પણ પ્રકારની જાણકાર ઇ-મેલ કે ફોન મળી ન હતી. તેવામાં પાર્થને એક ઇ-મેલ મળ્યો જેમાં જણાવ્યું હતુ કે, તમારો કોન્ટેક્ટ થઇ રહ્યો નથી. જેથી તે છેતરાયો હોવાનો ખ્યાલ આવી જતા મામલો વડોદરા સાયબર ક્રાઇમમાં પહોંચ્યો હતો. જ્યાં પોલીસે આ મામલે ઠગબાજો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud