• જિલ્લા ચૂંટણી અધિકારી એ કરજણ ખાતે મતદાન સામગ્રી ના વિતરણ અને મતદાન ટુકડીઓની રવાનગી નું નિરીક્ષણ કર્યું
  • બેઠકના 9 હરીફ ઉમેદવારો ઉપરાંત મતદારો પાસે નોટા નો વિકલ્પ પણ ઉપલબ્ધ
  • તમામ એકમોને કામદારો અને કર્મયોગીઓ ને મતદાન માટે સવેતન રજા આપવાની કે મતદાનની સુવિધા આપવાની જોગવાઈ ચુસ્તપણે પાળવા અનુરોધ

વડોદરા. કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આવતીકાલ મંગળવાર ના રોજ કરજણ શિનોર અને વડોદરા ગ્રામ તાલુકાઓમાં આવેલા 311 મતદાન મથકો ખાતે કોવિડ સામે સુરક્ષાની તકેદારીઓ સાથે મતદાન કરાવવામાં આવશે.આ બેઠક માટે 9 હરીફો વચ્ચે સ્પર્ધા છે.મત પત્રક પર 10 મુ ખાનું નોટા નું રહેશે.તમામ ઉમેદવારો પસંદ ના હોય તેવા મતદારો નોટા ના વિકલ્પની પસંદગી કરી શકે છે.

આજે વહેલી સવાર થી વિતરણ કેન્દ્ર ખાતે મતદાન ટુકડીઓને મતદાન યંત્રો સહિત જરૂરી સામગ્રીનું કૉવિડ સુરક્ષાના નિયમો પાળીને વિતરણ હાથ ધરવામાં આવ્યું હતું.જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલે તેનું નિરીક્ષણ કરીને માર્ગદર્શન આપ્યું હતું.

મતદાન ટુકડીઓ ને મતદાન મથકે ઉપયોગમાં લેવા માટે વિશેષ કોવિડ કીટ આપવામાં આવી છે.જિલ્લા ચૂંટણી અધિકારી એ જણાવ્યું કે મતદાન કર્મચારીઓ ફેસ શિલ્ડ અને માસ્ક અને બંને હાથે રબરના મોજાં પહેરીને મતદાન કરાવશે અને સેનીતાઈઝર નો પણ ઉપયોગ કરશે.આ તમામ સામગ્રી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે દરેક મતદાર માસ્ક પહેરીને મતદાન કરવા આવે તે જરૂરી છે. મતદાન મથકે આરોગ્યની ટુકડી રહેશે જે મતદારો નું ટેમ્પ્રેચર,ઓકસીજન લેવલ માપશે,હાથ સેનીતાઈઝ કરાવશે અને જમણાં હાથે પહેરવા માટે હાથ મોજું આપશે.મતદારો વચ્ચે કતારમાં સોશીયલ ડિસ્ટન્સ જળવાય તેની કાળજી લેશે.

જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે યાદ અપાવ્યું કે, ચૂંટણી પંચના નિયમો પ્રમાણે હરીફ ઉમેદવારો પસંદ ના હોય તો મતદારો નોટા નો વિકલ્પ અજમાવી શકે છે.બેલેટ યુનિટ માં 10 નું ખાનું નોટા છે. કોવિડ તકેદારીના ભાગ રૂપે આજે 31 રૂટ ઉપર બે તબક્કામાં મતદાન ટુકડીઓ ને રવાના કરવામાં આવી હતી.ખાસ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો.વિતરણ માં પણ કોવિડ તકેદારીઓ ના પાલન ની કાળજી લેવામાં આવી હતી. ચૂંટણી વ્યવસ્થામાં પંચના માર્ગદર્શન પ્રમાણે કોવિડ વિષયક સાવધાનીઓ નો સમન્વય કરવામાં આવ્યો હતો.નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.પી.જોષી અને બેઠકના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીએ સંકલન કર્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી એ ઔધોગિક એકમો અને વાણિજ્ય સંસ્થાઓને મતદાન માટે કામદારો અને કર્મયોગીઓ ને સવેતન રજા આપવાના નિયમનું સંબંધિત તમામ ને પાલન કરવા ખાસ અનુરોધ કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud